શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે. ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સત્તાપરિવર્તન અને સુરક્ષાના પડકારોને જોતા આ ચૂંટણી ખૂબ જ મહત્વની બની રહેશે.
ચૂંટણીમાં પૂર્વ રક્ષાપ્રધાન ગોટાબયા રાજપક્ષે અને સત્તાધારી પક્ષના ઉમેદવાર સજિત પ્રેમદાસા વચ્ચે સીધી ટક્કર છે. ચૂંટણીમાં શ્રીલંકામાં 1.59 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમજ 35 ઉમેદવારો પૈકી એક વર્તમાન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરસેનાની ગાદી સંભાળશે.
સત્તાધારી પક્ષ, સંયુક્ત રાષ્ટ્રીય પાર્ટી(યૂએનપી)ના ઉમેદવાર પ્રેમદાસાને પોતાની સામાન્ય માણસ તરીકેના નેતાની ઓળખ પર વિશ્વાસ છે, જે તેમને પિતા તરફથી વારસામાં મળી છે. જો કે પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રેમદાસાના પિતાની સત્તાને વળગી રહેવાની વાત યાદ અપાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પ્રેમદાસાના આતંકના રાજમાં પરત ફરવા કોઈ તૈયાર નથી. રાજપક્ષે પોતાના નાનાભાઈ ગોટાભય માટે પ્રચાર કરી રહ્યાં છે.
શ્રીલંકામાં 8માં રાષ્ટ્રપતિ માટે મતદાન કરવામાં આવ્યું. જેમાં, લઘુમતી મુસ્લિમ મતદારોને લઇ જનારી બસ પર ગોલી ચલાવવાના સમાચાર મળ્યા છે.
કોલંબોમાં શહેરી વિસ્તારમાં ઓછા મતદાર જોવા મળ્યા હતાં. ઈટીવી ભારત સાથે વાતચીત કરતા એક મતદારે જણાવ્યું કે, તેઓ બદલાવ માટે મત આપવા આવ્યા છે.
મતદાદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો. તેવામાં માનવામાં આવે છે કે, સાંજે 7 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ગણવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ચૂંટણી અંગે સ્કૂલની શિક્ષીકા નિરોશા નાનાયાક્કરાએ કહ્યું કે, સત્તામાં કોઈ એવા વ્યક્તિ ન આવવા જોઈએ, જેમનો ખાનગી એજન્ડા હોય, નેતા એવા હોવા જોઈએ જે જનતાની ભલાઈ અંગે વિચારે. ન કે, માત્ર પાવર માટે.
અન્ય એક મતદાતા સાર્થ પરેરાએ કહ્યું કે, તેઓ માત્ર વાતો કરનાર ઉમેદવારને સમર્થન નથી કરતા. પરેરાએ કહ્યું કે, તે કામ કરનાર ઉમેદવારને સમર્થન આપે છે, જે ઓછી વાતો કરતા હોઇ, તે જ કામ વધુ કરતા હોય છે.
નિવૃત સૈન્ય અધિકારી જનરલ એમ.ડી ફર્નાન્ડોએ કહ્યું કે, જે શ્રીલંકાને આગળ લઇ શકે, તેવા નેતા અમારે જોઈએ છે. તેમણે કહ્યું કે, ઉમ્મેદવાર એવા હોવા જોઈએ જે દેશના વિકાસમાં પોતાને ઉર્જાવાન અને હિમ્મતવાળા પૂરવાર કરી શકે.
વિવિધ શહેરમાં સવારે 10 વાગ્યા સુધીનું મતદાન
- પોલોનરુવામાં 48-%
- ગમપાહા 40-%
- કિલિનોચ્ચી-30%
- વાવુનિયા-35%
- જાફના-24%
- મન્નાર-30%
- પુટ્ટલમ-40%
- મોનેરગાલા-45%
- કેગાલ્લે-37%
- કેન્ડી-30%
મુલ્સીમ મતદારોની બસ પર ગોલી ચલાવવામાં આવી઼
મતદાન દરમિયાન સમાચાર મળ્યા કે, બંદૂકધારિયોએ શ્રીલંકા ચૂંટણીમાં મતદારોને લઇ જનાર બસના એક કાફલા પર હુમલો કર્યો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ શ્રીલંકામાં લઘુમત મુસ્લિમ મતદારોને લઇને જનાર બસના એક કાફલા પર બંદૂકધારિઓએ હુમલો કર્યો. આ ઘટના મતદાનના થોડા કલાક પહેલા બની હતી.