મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત લીધી હતી. SCO બેઠકમાં બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરી હતી. મોદીએ બિશ્કેકની યાત્રા પહેલા નિવેદન આપ્યુ હતુ કે, તેઓ શિખર સંમેલન સિવાય રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક નેતાઓને મળ્યા હતા. વિદેશી સચિવ વિજ્ય ગોખલેએ કહ્યું કે, PM મોદીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાની ચર્ચા પણ કરી હતી. ભારતમાં બેંક ઓફ ચાઇનાની શાખા ખોલવી, મસૂદ અઝહર મુદ્દે પણ વાત કરવામાં આવી હતી.

વિદેશ સચિવ વિજ્ય ગોખલે બિશ્કેકમાં PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચીન સાથેની બેઠકમાં પાકિસ્તાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ જિનપિંગને કહ્યુ કે, સબંધો સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ પાકને આતંક મુકત વાતાવરણ બનાવવાની જરુર છે. જ્યાં સુધી પાક આતંકવાદ નહિ રોકે ત્યાં સુધી વાતચીતની શક્ય નથી.

ગોખલેએ કહ્યું કે આગામી અનૌપચારિક શિખર સંમેલનમાં PM મોદીએ જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિ જીનપિંગ આ વર્ષે ભારતની યાત્રા કરશે.
