કજાકિસ્તાનના અલ્માટીમાં એક વિમાનના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 14 લોકોના મોત થયા છે. આ વિમાનમાં 100 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન અલ્માટીમાં ક્રેશ થયું છે.
ઉદ્યોગ મંત્રાયલે એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ ઘટનામાં 14 લોકોના મોત, જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મંત્રાલય અનુસાર વિમાન ઉડ્યા બાદ પોતાની ઉંચાઈ પર કાબુ મેળવી શક્યું નહોતું અને બે માળની બિલ્ડિંગમાં ક્રેશ થયું હતું.