ETV Bharat / international

ઈઝરાયલી સોફ્ટવેર Pegasusની યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાનનો એક મોબાઈલ નંબર સામે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનો દાવો - ધ વાયર

ઈઝરાયલના એનએસઓ (NSO) દ્વારા બનાવવામાં આવેલું પેગાસસ સોફ્ટવેર (Pegasus software) છેલ્લા છેલ્લા 2થી 3 દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે. પેગાસસ સોફ્ટવેરથી (Pegasus software) ભારતના અનેક મોટા નેતાની જાસૂસી કરવામાં આવી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે પેગાસસ સોફ્ટવેરના જાસૂસી યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Prime Minister of Pakistan Imran Khan)નું પણ નામ સામેલ હોવાનું સામે આવ્યું હતું.

ઈઝરાયલી સોફ્ટવેર Pegasusની યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાનનો એક મોબાઈલ નંબર સામે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનો દાવો

author img

By

Published : Jul 20, 2021, 12:22 PM IST

  • ઈઝરાયલના સોફ્ટવેર પેગાસસની યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Prime Minister of Pakistan Imran Khan) પણ સામેલ
  • પેગાસસ સોફ્ટવેર (Pegasus software)થી ભારતના અનેક મોટા નેતાઓની જાસૂસી કરવામાં આવી રહી છે
  • પાકિસ્તાની મીડિયા રિપોર્ટે દાવો કર્યો કે, તેમના વડાપ્રધાન ઈમરાન ખાનનો એક મોબાઈલ નંબર પણ પેગાસસની યાદીમાં શામેલ

ન્યૂઝ ડેસ્કઃ ઈઝરાયલના એનએસઓ (NSO) દ્વારા બનાવવામાં આવેલું પેગાસસ સોફ્ટવેર (Pegasus software) પ્રોગ્રામના ગ્રાહકોના સંભવિત લક્ષ્યમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Prime Minister of Pakistan Imran Khan) સામેલ હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટે આનો દાવો કર્યો છે. પાકિસ્તાનના સમાચારપત્ર 'ડોન'એ આ સમાચાર આપ્યા હતા કે, ડેટા લીક (Data Leak)ની તપાસમાં એક આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહના સહયોગાત્મક પ્રયાસોથી જાણવા મળી રહ્યું છે કે, જે લોકોના ફોનને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે યાદીમાં એક નંબર એવો પણ છે, જેનો વડાપ્રધાન ઈમરાન ખાને ક્યારેક ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ Pegasus case: પેગાસસ પર શાહે આપ્યો વળતો જવાબ, સંસદમાં અવરોધ ઉભુ કરવાનાં દાવપેચ...ઘટનાક્રમ સમજો

પાકિસ્તાનના માહિતી પ્રધાન થયા ચિંતિત

આ અંગે મળતી માહિતી અનુસાર, પેગાસસ સોફ્ટવેર (Pegasus software) મામલામાં એ સ્પષ્ટ નથી કે, શું ખરેખર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના (Prime Minister of Pakistan Imran Khan) ફોનને હેક કરવામાં આવ્યો હતો. એ પણ સ્પષ્ટ નથી કે, યાદીમાં પાકિસ્તાનના બીજા કેટલા લોકો સામેલ છે. ધ વોશિંગ્ટન પોસ્ટના મતે, યાદીમાં 100થી વધુ પાકિસ્તાની નંબર પણ છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરી (Pakistan's Information Minister Fawad Chaudhry)એ કહ્યું હતું કે, તે ફોન હેક કરવા માટે સોફ્ટવેર પ્રોગ્રામના ઉપયોગના સમાચારથી ખૂબ જ ચિંતિત છે. રિપોર્ટ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, માનવાધિકાર પ્રધાન શિરીને (Human Rights Minister Shirin) ઈઝરાયલને જોડ્યું અને કહ્યું હતું કે, NSOને સ્પષ્ટ રીતે વેચાણ માટે ઈઝરાયલી સરકારની મંજૂરી મળે છે એટલે સંબંધ સ્પષ્ટ છે.

આ પણ વાંચોઃ Israeli software Pegasusમાં થઇ રહેલી જાસુસીમાં ગુજરાતના પ્રવિણ તોગડિયાનું નામ સામે આવ્યું

પેગાસસ સોફ્ટવેર (Pegasus software)ની યાદીમાં અનેક રાજનેતાઓના નામ શામેલ

આપને જણાવી દઈએ કે, ઈઝરાયલી પેગાસેસ સોફ્ટવેરે (Pegasus software) વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. આરોપ છે કે, મોબાઈલ ફોનના માધ્યમથી લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. આ યાદીમાં રાજનેતા અને સરકારમાં શામેલ મોટા માથાઓ, પત્રકારો, વૈજ્ઞાનિકો, સિવિલ સોસાયટી કાર્યકર્તાઓ અને કાયદા અને ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક લોકો પણ સામેલ છે. આ મુદ્દા પર રસ્તા ચાલતા લોકોથી લઈને સંસદ સુધી સવાલો ઉઠી રહ્યા છે. શું આ આપણા માટે વેકઅપ કોલ છે. સાવધાની રાખવાની એલર્ટ છે. શું મોબાઈલ ફોન, જેનાથી આપણે સુપર કમ્પ્યુટર માની લીધું છે. તેના કેમેરા પર ટેપ લગાવવાથી જાસૂસી રોકાઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.