ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 46 કેસ સામે આવતા કુલ આંકડો 1932 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 45,898 થઇ છે, જ્યારે મોતનો આંકડો 985 પર પહોંચ્યો છે.
તેમાં અત્યાર સુધીમાં 414,254 જેટલા કોરોના વાઇરસ પરીક્ષણો લેવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે, છેલ્લા 24 કલાકમાં 13,962 પરીક્ષણો લેવામાં આવ્યા હતા.
વધુમાં સિંધમાં 17,947. કોરોના વાઇરસ કેસ નોંધાયા છે, ત્યારબાદ પંજાબમાં 16,685 ખૈબર-પખ્તુનખ્ખામાં 6,554 બલુચિસ્તાન 2,885 ઇસ્લામાબાદમાં 1,138, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 556 અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 133 કેસ નોંધાયા છે.
સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 13,101 દર્દીઓ આ વાઇરસથી સ્વસ્થ થયા છે.
પાકિસ્તાને કોરોના વાઇરસ લોકડાઉન તબક્કાવાર સરળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આંશિક રીતે તેની સ્થાનિક હવાઈ સેવા ફરી શરૂ કરી છે.