- પાકિસ્તાની દરિયાઈ સુરક્ષા એજન્સીની ફરી એક વાર અવળચંડાઈ સામે આવી
- પાકિસ્તાની અધિકારીઓએ માછીમારોની ધરપકડની વાત સ્વીકારી
- આગળની કાર્યવાહી કરાચીની ડોક્સ પોલીસ કરશે
આ પણ વાંચોઃ જખૌ જળસીમા પાસેથી પાકિસ્તાન દ્વારા પોરબંદરની બે બોટ સહિત 11 માછીમારોનું અપરહણ
કરાચીઃ પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે તેમના દેશની દરિયાઈ સીમામાં કથિત રીતે આવનારા 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે જ તેમની બોટ પણ કબજે કરી લીધી છે. શરૂઆતી તપાસમાં પકડાયેલા માછીમારોને આગળની કાયદાકીય કાર્યવાહી માટે ડોક્સ પોલીસ કરાચીને સોંપી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વેરાવળ બંદરમાં ફિશિંગ બોટોને ભારે નુકસાન, 4 દિવસમાં 3 બોટ ખૂંપી
વિશેષ ઈકોનોમિક ઝોનમાં દેખાઈ હતી 2 ભારતીય બોટઃ પાકિસ્તાન
પાકિસ્તાની અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પૂર્વી દરિયાઈ વિશેષ ઈકોનોમિક ઝોનમાં 2 ભારતીય બોટ અને તેમાં સવાર 11 સભ્યો દેખાયા હતા. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાની દરિયાઈ સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી બોટમાં સામાન્ય રીતે GPS ડિવાઈસ લગાવવામાં આવ્યું હોય છે, જે અમારી દરિયાઈ સીમા માટે ચિંતાનો વિષય છે. કારણ કે, આ બોટનો ઉપયોગ ખોટા કામ માટે પણ કરવામાં આવી શકે છે.