- ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ પર લટકતી તલવાર
- વિપક્ષના પ્રમુખ નેતા માટે ગઠબંધન બનાવવાની સમય મર્યાદા બુધવારે પૂર્ણ થઈ રહી છે
- સૂચિત સોદા ઈઝરાયલને નબળું કરશેઃ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
ન્યૂઝ ડેસ્કઃ યામિના પાર્ટીના દક્ષિણપંથી નેતા નેફ્તાલી બેનેટે કહ્યું હતું કે, તેમની પાર્ટી વિપક્ષના નેતા યેર લિપિડ સાથે સરકાર બનાવવા માટે ગઠબંધનને લઈને વાતચીતમાં સામેલ હશે. વિપક્ષના પ્રમુખ નેતા યેર લેપિડ માટે ગઠબંધન બનાવવાની સમય મર્યાદા બુધવારે પૂર્ણ થઈ રહી છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કહ્યું હતું કે, સૂચિત સોદા ઈઝરાયલને નબળું કરશે.
આ પણ વાંચોઃ બાઈડને ઇઝરાયલી વડાપ્રધાન સાથે કોલ કરીને યુદ્ધવિરામ માટે સમર્થન વ્યક્ત કર્યું
યેર લિપિડની સાથે સરકાર બનાવવા માટે બધું કરીશઃ બેનેટ
યામિના પાર્ટીના પ્રમુખ બેનેટે રવિવારે ટેલિવિઝન પર સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું મારા મિત્ર યેર લિપિડની સાથે સરકાર બનાવવા માટે બધું કરીશ. સૂચિત ગઠબંધના દળોમાં મામૂલી સમાનતા છે. આ ઉપરાંત દક્ષિણપંથી, મધ્યમ માર્ગી અને વામપંથી પાર્ટીઓના જૂથના તે નેતા નેતન્યાહૂના કાર્યકાળને પૂર્ણ કરવાની ઈચ્છાને લઈને સાથે આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી થી ઈઝરાયલ અને UAE વચ્ચે શાંતિકરાર
વડાપ્રધાન નેતન્યાહૂ છેતરપિંડીના કેસમાં ઘેરાયેલા છે
છેતરપિંડીના કેસમાં ઘેરાયેલા વડાપ્રધાન નેતન્યાહૂ માર્ચમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં નિર્ણાયક બહુમતથી દૂર રહી ગયા હતા. ઈઝરાયલમાં છેલ્લા 2 વર્ષોમાં અનિર્ણાયક 4 ચૂંટણી થઈ શકે છે. નેતન્યાહૂ એક વાર ફરી ગઠબંધનના સહયોગીઓને સાધવામાં નિષ્ફળ રહ્યા છે.