- અમરૂલ્લાહ સાલેહનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ
- ટ્વિટરે આતંકવાદી જૂથ સામે સીધી કાર્યવાહી કરવાનું ટાળ્યું
- ટ્વિટર પ્લેટફોર્મ પર શેર કરેલી માહિતી વિશે 'સાવધ'
કાબુલ: ટ્વિટરે અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહનું સત્તાવાર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. આ સિવાય ટ્વિટરે અમરૂલ્લાહ સાલેહની ઓફિસ સાથે સંકળાયેલા અન્ય તમામ એકાઉન્ટ્સને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ટ્વિટરે કાર્યવાહી કરવાની કહી 'ના'
મોટાભાગના સોશિયલ મીડિયા અને ફેસબુક, વોટ્સએપ અને ટિકટોક જેવા ટેક જાયન્ટ્સ તાલિબાન અને તેના સમર્થકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે ઝડપથી આગળ વધ્યા છે. બીજી બાજુ ટ્વિટરે આતંકવાદી જૂથ સામે સીધી કાર્યવાહી કરવાનું ટાળ્યું છે. અફઘાનિસ્તાન સંકટ વચ્ચે ટ્વિટરે કહ્યું છે કે, તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તે તેના પ્લેટફોર્મ પર શેર કરેલી માહિતી વિશે 'સાવધ' છે.
આ પણ વાંચો : તાલિબાને હિન્દુઓ અને શીખોને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગ્યા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. અમરૂલ્લાહ સાલેહે ટ્વીટ કર્યું હતું કે, અફઘાનિસ્તાનના બંધારણ મુજબ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ગેરહાજરી, ભાગી, રાજીનામું અથવા મૃત્યુની ઘટના બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ બને છે. હું હાલમાં મારા દેશમાં છું અને કાયદેસર રખેવાળ પ્રમુખ છું. હું તમામ નેતાઓના સમર્થન અને સહમતી માટે તેમનો સંપર્ક કરી રહ્યો છું.