ETV Bharat / international

ઉ.કોરિયાએ નવી લાંબા અંતરની ક્રુઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, US અને દ.કોરિયાની ઊડાડી ઊંઘ

ઉત્તર કોરિયાએ એકવાર ફરી લાંબા અંતરની ક્રુઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. તેણે કહ્યું કે, સપ્તાહમાં નવી તૈયાર કરેલી લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અનેક મહિનાઓ બાદ આ પ્રકારની જાણકારીમાં આવનારું આ પહેલું ટેસ્ટિંગ છે.

1500 કિમી દૂર આવેલા ટાર્ગેટને સફળતાપૂર્વક સાધ્યો

author img

By

Published : Sep 13, 2021, 1:38 PM IST

  • ઉત્તર કોરિયાએ ક્રુઝ મિસાઇલોનું કર્યું સફળ પરીક્ષણ
  • 1500 કિમીના અંતરવાળી મિસાઇલોનું કર્યું સફળ પરીક્ષણ
  • આ મિસાઇલો બનાવવા માટે 2 વર્ષથી તૈયારી ચાલી રહી હતી
  • પરમાણુ હથિયાર સાથે પ્રયોગ કરવાના ઇરાદે તૈયાર કરવામાં આવી રહી છે

ન્યુઝ ડેસ્ક: ઉત્તર કોરિયાએ એકવાર ફરી લાંબા અંતરની ક્રુઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. તેણે કહ્યું કે, સપ્તાહમાં નવી તૈયાર કરેલી લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અનેક મહિનાઓ બાદ આ પ્રકારની જાણકારીમાં આવનારું આ પહેલું ટેસ્ટિંગ છે. આનાથી એકવાર ફરી એ વાત ઊઠી રહી છે કે કેવી રીતે ઉત્તર કોરિયા અમેરિકાની સાથે પરમાણુ વાટાઘાટોમાં મડાગાંઠ વચ્ચે તે પોતાની સૈન્ય ક્ષમતાઓને વિસ્તૃત કરી રહ્યું છે. તાજેતરમાં ઉત્તર કોરિયાએ પોતાનો 73મો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો.

પરમાણુ હથિયારો સાથે પ્રયોગ કરવાના ઇરાદે તૈયાર કરવામાં આવી મિસાઇલ

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ સોમવારના કહ્યું કે, ક્રુઝ મિસાઇલોએ શનિવાર અને રવિવારના ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન 1500 કિમી દૂર આવેલા ટાર્ગેટને સફળતાપૂર્વક સાધ્યો હતો. આ મિસાઇલો 2 વર્ષથી તૈયાર કરવામાં આવી રહી હતી. ઉત્તર કોરિયાએ પોતાની નવી મિસાઇલોને મહાન મહત્વવાળું 'વ્યૂહાત્મક હથિયાર' ગણાવ્યું છે. આ રીતે આ મિસાઇલો કિમ જોંગ ઉનના દેશની સૈન્ય શક્તિને મજબૂત કરવાના આહ્વાનને પૂર્ણ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે આ મિસાઇલોને પરમાણુ હથિયારની સાથે પ્રયોગ કરવાના ઇરાદે તૈયાર કરવામાં આવી રહી છે.

પરમાણુ ક્ષમતાને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી

દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફે કહ્યું કે, તેમની સેના અમેરિકા અને દક્ષિણ કોરિયાઈ ખુફિયા જાણકારીના આધાર પર ઉત્તર કોરિયાઈ લૉન્ચનું વિશ્લેષણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની એક કૉંગ્રેસ દરમિયાન કિમ જોંગ ઉને અમેરિકન પ્રતિબંધો અને દબાણની સામે પોતાની પરમાણુ ક્ષમતાને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી. આ દરમિયાન કિમે લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો, પરમાણુ સંચાલિત સબમરીન, જાસૂસી ઉપગ્રહો અને વ્યૂહાત્મક પરમાણુ હથિયારોના ઉત્પાદનની લાંબી યાદી બહાર પાડી.

અમેરિકા અને દક્ષિણ કોરિયા પર દબાણ લાવવાનો પ્રયત્ન

ઉત્તર કોરિયાનું કહેવું છે કે, તે અમેરિકા અને દક્ષિણ કોરિયાઈ દુશ્મનીને પહોંચી વળવા માટે પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોનું સંચાલન કરી રહ્યું છે, પરંતુ આ કાર્યક્રમોને બહારના નિષ્ણાતો દ્વારા એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે કે ઉત્તર કોરિયા પોતાના હથિયાર કાર્યક્રમો દ્વારા વોશિંગ્ટન અને સિયોલમાં નેતાઓ પાસે પોતાની રાજકીય માંગો પૂર્ણ કરાવી શકે છે. એકવાર ફરીથી ઉત્તર કોરિયા દ્વારા પરીક્ષણ શરૂ કરવા એ ઠંડા પડેલા રાજદ્વારી સંબંધોને લઈને બાઇડેન સરકાર પર દબાણ લાવવાનો એક પ્રયત્ન છે. છેલ્લી વખત મિસાઈલ પરીક્ષણ આ વર્ષે માર્ચમાં કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: ઉત્તર કોરિયામાં કોરોના સંક્રમણનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો

વધુ વાંચો: અમેરિકાઃ અલ્પસંખ્યકોનુ દમન કરનારા ચીન અધિકારીઓના પ્રવેશ પર રોક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.