સિઓલ: દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા પર આંતર-કોરિયન સંપર્ક ઓફિસ તોડી ઉડાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ છે કે, ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના સિમલા ખાતે લાઇસન્સ આપતી ઓફિસમાં ધડાકો કર્યો છે.
તમને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાએ આ અંગેની ધમકી પહેલા જ આપી દીધી હતી. આ ધમકી પછી ગત અઠવાડિયે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇને કહ્યું હતું કે, બંને દેશોએ 2018માં એક સમિટ દરમિયાન થયેલા શાંતિ કરારથી પીછેહઠ ન કરવી જોઈએ. મહત્વનું છે કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે એક શાંતિ કરાર થયો હતો.
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સામે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી, ત્યારે દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે, જો સંપર્ક ઓફિસને તોડી પાડવામાં આવશે તો સમાધાન અને ઉત્તર કોરિયાના પરમાણુ મુદ્દા માટે વાતચીત મુદ્દે મોટો આંચકો આવશે. મહત્વનું છે કે, દક્ષિણ કોરિયાના નેતા મૂન એક સારા નેતા છે. જે 2018માં બે વાર કિમ જોનને મળ્યા હતાં.