સિઓલ : ઉત્તર કોરિયામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ બાબતને ગંભીરતાથી લઇને કિમ જોંગ ઉને પોલિત બ્યૂરોની તાકીદની બેઠક બોલાવી હતી. ત્યારબાદ તેણે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને કીસોન્ગ શહેરમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી માહિતી અનુસાર કોવિડ -19 પોઝિટિવ હોવાનો શંકાસ્પદ વ્યક્તિ ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા છોડીને ભાગી ગયો હતો. તેમજ 19 જુલાઇએ દક્ષિણ કોરિયાથી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા એક વ્યકિતમાં કોવિડ-19નાં લક્ષણો મળી આવ્યા હતા. જે લોકો આ શંકાસ્પદ વ્યકિતના સંપર્કમાં આવ્યા છે. તે તમામને ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. અત્યારસુધીમાં ઉત્તર કોરિયામાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.