કાબુલઃ ભારત અને અફઘાનિસ્તાને રવિવારે શૈક્ષણિક માળખાગત વિકાસ માટે 5 કરારો (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અફઘાનિસ્તાનમાં ભારત સરકાર દ્વારા અમલ હાઇ ઇમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ (HICDP) અંતર્ગત કરવામાં આવ્યા છે.-
આ કરાર હેઠળ ભારત સરકાર અઉઘાનિસ્તાનનાા ચાર પ્રાંત- નૂરિસ્તાન, ફરાહ, બદખ્શાં અને કપિસામાં શૈક્ષણિક માળખાગત વિકાસ કરશે.
કાબુલમાં ભારતીય રાજદૂત વિનય કુમાર, અફઘાનિસ્તાનના આર્થિક બાબતોના પ્રધાન મુસ્તફા મસ્તુર, ઉચ્ચ શિક્ષણ પ્રધાન અને નાયબ શિક્ષણ પ્રધાને હસ્તાક્ષર કર્યા છે.
ભારતીય એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું કે, ભારત અને અફઘાનિસ્તાને 5 કરારમાં હસ્તાક્ષર કરીને એક વખત ફરી પોતાની વિકાસ ભાગીદારીને મજબૂત બનાવી લીધી છે. નિવેદન અનુસાર, આ કરાર હેઠળ આવનારી યોજનાઓ ક્લાસરૂમનું નિર્માણ, ઉચ્ચ શિક્ષણ બિલ્ડીંગનું બાંધકામ અને અલ-બિરુની યુનિવર્સિટી કેમ્પસમાં રસ્તાના નિર્માણ અંગે છે.
ભારત સરકારે 2005 બાદ અફઘાનિસ્તાનમાં 550થી વધુ વિકાસ યોજનાઓમાં 200 મિલિયન ડૉલરનો સહયોગ કર્યો છે. આમાં 400થી વધુ યોજનાઓ પૂર્ણ થઇ ગઇ છે, જ્યારે અન્ય યોજનાઓને પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.
ભારતીય એમ્બેસીએ કહ્યું કે, ભારત સરકાર અફઘાનિસ્તાન સરકાર અને ત્યાંના લોકોની રાષ્ટ્રીય પ્રાથમિકતાના આધારે ભારત-અફઘાનિસ્તાન વિકાસની ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.