ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોના વાઇરસના 1,452 નવા કેસ સામે આવ્યા છે. જેથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 35,788 પર પહોંચી ગઈ છે, જ્યારે વધુ 33 લોકોના મોતથી મૃતકોની સંખ્યા વધીને 770 થઈ છે. તાજેતરમાં બલૂચિસ્તાનના નાણાં પ્રધાન ઝહુર બુલેદી કોરોના સંક્રમિત થયા છે. આ અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી.
રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પંજાબ પ્રાંતમાં કોરોનાના 13,561 કેસ, સિંધમાં 13,341, ખૈબર-પખ્તુનખ્ખામાં 5,252, બલુચિસ્તાનમાં 2,239, ઇસ્લામાબાદમાં 822, ગિલગિટ-બાલ્ચિસ્તાનમાં 482 અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં 91 કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં વધુ 33 લોકોના મોત સાથે ગુરુવારે કોવિડ-19થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 770 થઈ ગઈ છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 1,452 નવા દર્દીઓ સામે આવ્યા હોવાથી દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 35,788 પર પહોંચી ગઈ છે. કુલ 9,695 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જેથી રજા આપી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી 3,30,750 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 13,051 લોકોની તપાસ થઈ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પાકિસ્તાન ચેપ્ટર દ્વારા એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ, સ્થાનિક લોકોમાં કોરોના ફેલાવવાનો દર ઉંચો છે, જે ચિંતાજનક છે. બલુચિસ્તાનમાં સ્થાનિકો મહત્તમ કેસો નોંધાયા છે. આ પછી સિંધમાં 92 ટકા, પંજાબમાં 85 ટકા, ખૈબર પખ્તુનખ્વામાં 84 ટકા અને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં 63 ટકા કેસ સામે આવ્યા છે.
મહત્વનું છે કે, પેશાવર હાઇકોર્ટ 31 મે સુધી બંધ કરવામાં આવી છે. હાઈકોર્ટના કેટલાક કર્મચારીઓને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે, લોકડાઉનને તબક્કાવાર રીતે હટાવવાનું શરૂ કરશે કારણ કે, લોકડાઉનનો દેશની અર્થવ્યવસ્થા અને કર્મચારીઓ પર મોટો પ્રભાવ પડી રહ્યો છે.