ETV Bharat / international

નેપાળઃ PM ઓલી અને દહલની બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું, સ્થાયી સમિતીની બેઠક પહેલા ફરી મળવાનો નિર્ણય - બિદ્યા દેવી ભંડારી

નેપાળના વડા પ્રધાન કે.પી શર્મા ઓલીના રાજકીય ભવિષ્ય પર નિર્ણય માટે નેપાળની સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતીની મહત્વની બેઠક સોમવારે યોજાવાની છે.

Nepal PM, Prachanda talks end without conclusion

author img

By

Published : Jul 5, 2020, 6:25 PM IST

નવી દિલ્હીઃ નેપાળના વડાપ્રધાન કે.પી શર્મા ઓલીના રાજકીય ભવિષ્યના નિર્ણય માટે નેપાળની સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતીની મહત્વની બેઠક સોમવારે યોજાવાની છે. આ પહેલા રવિવારે નેપાળી પીએમ ઓલી અને પુષ્પકમલ દહલ પ્રચંડની વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠક પુરી થઇ છે. રવિવારે બપોરે આ બેઠકમાં કોઇ પણ નિર્ણય આવ્યો નથી. ઓલી અને દહલે સોમવારની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ પહેલા ફરી એકવાર મળવાનો નિર્ણય કર્યો છે. ઓલીની નિરંકુશ કાર્યશૈલી તથા તેના ભારત વિરોધી નિવેદનોને લઇને કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓમાં આપસી મતભેદ છે.

કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક પહેલા શનિવારે થવાની હતી, પરંતુ છેલ્લા સમયે બેઠકને સ્થગિત કરીને સોમવારે રાખવામાં આવી છે. આ બેઠક શનિવારે બાલૂવતારમાં વડા પ્રધાનના સરકારી આવાસ પર થવાની હતી. જેમાં પાર્ટીના અંદર જાહેર સંકટને ટાળવાના રસ્તાની તપાસ પર વિચાર થવાના હતા. હવે સ્થાયી સમિતિની બેઠક સોમવારે પ્રસ્તાવિત છે.

આ બેઠક સ્થગિત થયા બાદ વડા પ્રધાન ઓલીના પ્રેસ સલાહકાર સૂર્ય થાપાએ જણાવ્યું હતું કે, બાકી મુદ્દાઓ પર સહમતિ બનાવવા માટે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના (NCP) શીર્ષ નેતાઓને થોડા વધુ સમયની જરુર છે, જે માટે બેઠક સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.

વધુમાં જણાવીએ તો હાલમાં જ વડા પ્રધાન કે પી શર્મા ઓલીની વિવાદિત ટિપ્પણીને લઇને વિવાદ થયો હતો. ઓલીએ કહ્યું હતું કે, નેપાળના નવા રાજકીય માનચિત્રના પ્રકાશન બાદ તેમણે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમને હટાવવા માટે દૂતાવાસો અને હોટલેમાં કેટલીય ગતિવિધિઓ થઇ રહી છે. તેમણે કહ્યું કે, નેપાળના અમુક નેતા પણ તેમાં સામેલ છે. તેમની આ ટિપ્પણી પર સત્તારુઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના શીર્ષ નેતાઓએ તેની પાસે રાજીનામાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.