ETV Bharat / international

નેપાળ: PM નિવાસ સ્થાને 76 સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ - Nepal Prime Minister K P Sharma Oli

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસ સ્થાને કોરોનાના 76થી વધુ કેસ નોંધાયા છે. તેમના નિવાસ સ્થાને કામ કરી રહેલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે.

કેપી શર્મા ઓલી
કેપી શર્મા ઓલી
author img

By

Published : Oct 4, 2020, 10:11 AM IST

કાઠમંડુ: નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસ સ્થાને કોરોનાના 76થી વધુ કેસ નોંધાયા છે. તેમના નિવાસ સ્થાને કામ કરી રહેલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. વડા પ્રધાન ઓલીના અંગત ડૉક્ટર, ખાનગી સચિવ અને તેમના ત્રણ સલાહકારો અને તેમની સાથે 76 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

વડા પ્રધાનના નિવાસ સ્થાને એક સાથે ઘણા લોકો કોરોના પોઝિટિવ કેસ મળી આવતા જગ્યાને ખાલી કરીને સ્વચ્છ કરવામાં આવી રહી છે. વડા પ્રધાનના અંગત ડૉક્ટર દિવ્યા શાહ કોરોના સંક્રમિત થયા હતા જેની પુષ્ટિ કરવામાં આવી હતી.

વડાપ્રધાન ઓલીના મુખ્ય રાજકીય સલાહકાર વિષ્ણુ રિમાલ પણ કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમણે આ અંગે શનિવારે જણાવ્યું હતું. વડાપ્રધાન ઓલીના પ્રેસ સલાહકાર સૂર્ય થાપા, વિદેશી બાબતોના સલાહકાર રાજન ભટ્ટરાઇ અને તેમના અંગત ફોટોગ્રાફર રાજન કાફલે પણ સોશિયલ મીડિયા પર પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

વડા પ્રધાન નિવાસ સ્થાન પર મળેલા કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. નિવાસસ્થાનની સુરક્ષામાં તૈનાત 76 કર્મચારીઓમાં કોરોના ચેપની પુષ્ટિ પણ થઈ હતી, જેમાં વડા પ્રધાનના અંગત સચિવ ઇન્દ્ર ભંડારી પણ હતા. નેપાળી સેનાના 28 કમાન્ડો, ગુપ્તચર વિભાગના 2 અધિકારીઓ, નેપાળ પોલીસના 19 અધિકારીઓ અને સશસ્ત્ર દળના 27 અધિકારીઓ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.