- ઈઝરાયલના નવા વડાપ્રધાન બન્યા નેફતાલી બેનેટ
- નેફતાલી બેનેટે રવિવારે વડાપ્રધાન પદના શપથ લીધા
- પૂર્વ વડાપ્રધાન નેતન્યાહુનો 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો
યરુશલમઃ સંસદમાં બહુમતી મેળવ્યા પછી દક્ષિણપંથી યામિના પાર્ટીએ 49 વર્ષીય નેતા નેફતાલી બેનેટે ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પહેલા ઈઝરાયલના 120 સભ્યોની સંસદ 'નેસેટ'માં 60 સભ્યોએ પક્ષમાં 59 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. તે દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. નવી સરકારમાં 27 પ્રધાન છે, જેમાં 9 મહિલા છે.
આ પણ વાંચો- વડાપ્રધાન ઓલીના શપથ લેવાના વચગાળાના આદેશ આપવાનો નેપાળ સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો
નવી સરકાર માટે અલગ અલગ વિચારધારાના દળોએ ગઠબંધન કર્યું
નવી સરકાર માટે અલગ અલગ વિચારધારાના દળોએ ગઠબંધન કર્યું છે. આમાં દક્ષિણપંથી, વામ, મધ્યમાર્ગીય સાથે અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી એક પાર્ટી પણ છે. યેશ ઈતિદ પાર્ટીના મિકી લેવીને સંસદના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પક્ષમાં 67 સભ્યોએ મતદાન કર્યું હતું.
આ પણ વાંચો- સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
બેનેટે કહ્યું, ગર્વ છે કે તેઓ અલગ અલગ વિચારવાળા લોકો સાથે કામ કરશે
આ પહેલા બેનેટે સંસદમાં સંબોધન દરમિયાન પોતાની સરકારના પ્રધાનોના નામોની જાહેરાત કરી હતી અને તે દરમિયાન 71 વર્ષીય નેતન્યાહુના સમર્થકોએ અડચણ ઉભી કરી હતી. પ્રતિદ્વંધી પાર્ટીના સાંસદોના ઘોંઘાટ વચ્ચે બેનેટે કહ્યું હતું કે, તેમને ગર્વ છે કે તેઓ અલગ અલગ વિચારવાળા લોકો સાથે કામ કરશે. બેનેટે કહ્યું હતું કે, આ નિર્ણાયક સમય અમે આ જવાબદારી નિભાવીશું. આ સરકાર ઉપરાંત દેશની સામે માત્ર આ જ વિકલ્પ હતો કે વધુ ચૂંટણી કરવામાં આવે. આનાથી વધુ નફરત ફેલતી અને દેશ પર અસર પડી હતી. લિકુડ પાર્ટીના સભ્યોએ તેમના સંબોધન દરમિયાન હોબાળો કર્યો હતો અને તેમને ગુનેગાર અને ખોટા ગણાવ્યા હતા. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઈઝરાયલના નવા વડાપ્રધાનને શુભેચ્છા આપી હતી.