ETV Bharat / international

મ્યાનમારમાં રાત્રી કર્ફ્યૂ, રેલી અને મેળાવડાઓ પર પ્રતિબંધ - માંડલે

મ્યાનમારના નવા લશ્કરી શાસકોએ દેશના બે સૌથી મોટા શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધ પર પ્રતિબંધ મૂક્યો છે. પાટનગરમાં સેંકડો વિરોધ પ્રદર્શનકારો પર પોલીસે પાણીની તોપો છોડ્યા પછી આ નિયંત્રણોનો આદેશ આપવામાં આવ્યો હતો. યાંગોન અને માંડલેના વિસ્તારોમાં કરર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

મ્યાનમાર
મ્યાનમાર
author img

By

Published : Feb 9, 2021, 11:01 AM IST

  • સત્તાપલટના આંદોલનને કારણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો
  • યાંગોન અને માંડલેમાં રાત્રી કર્ફ્યૂ
  • પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પાણીની તોપો છોડાઈ

યાંગોન (મ્યાનમાર): મ્યાનમારના નવા લશ્કરી શાસકોએ સોમવારે તેમના હસ્તકના વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરવાના તેમના ઇરાદાનો સંકેત આપ્યો હતો. દેશના બે સૌથી મોટા શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધને અસરકારક રીતે પ્રતિબંધિત કરવાના આદેશો બહાર પાડ્યા છે.

કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કારણે લેવાયો નિર્ણય

આ આદેશ અનુસાર પાંચથી વધુ લોકોના મેળાવડા પર રોક લગાવાઈ છે, ઉપરાંત બાઈક કે અન્ય વાહનો દ્વારા રેલી યોજના ઉપર પણ પ્રતિબંધ લગાવાયો છે. યાંગોન અને માંડલેમાં રાત્રે આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ પણ જાહેર કરવામાં આવ્યો છે. આદેશ દ્વારા મ્યાનમારની જનતાને જણાવવામાં આવ્યું છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાત્રે આઠ વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ

બંને શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે અને આ નિયમ આગામી આદેશ સુધી યથાવત રહેશે. સોમવારના રોજ સત્તાપલટ માટેનો વિરોધ ઉગ્ર બની ગયો હતો અને દેશના અન્ય વિભાગોમાં પણ તેની અસર દેખાઈ હતી.

દેશનાં અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો વિરોધ

મ્યાનમારની રાજધાનીમાં પોલીસે મોટી સંખ્યામાં ઉમટેલા વિરોધકર્તાઓ સામે પાણીની તોપો છોડી હતી. આ ઉપરાંત મ્યાનમારના ઉત્તર, દક્ષિણ-પૂર્વ અને પૂર્વીય ક્ષેત્રોમાં પણ વિરોધ ફેલાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.