સંયુક્ત રાષ્ટ્ર(UN)એ જણાવ્યું કે, પશ્ચિમી સીરિયાથી બે અઠવાડીમાં 2,35,000થી વધુ લોકો સ્થળાંતર કર્યું છે. લોકોએ વિસ્તાર છોડવા પાછળ સીરિયાઈ સરકાર અને રશિયા દ્વારા કરવામાં આવતા હુમલાને જવાબદાર ગણાવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રની માનવીય મુદ્દા સાથે સબંધિત એજન્સીએ જણાવ્યું કે, 12 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર વચ્ચે મોટી સંખ્યામાં લોકોના જવાથી ઈદબિલનો હિંસા પીડિત અલ નુમાન વિસ્તાર લગભગ ખાલી થઇ ગયો છે.
રશિયા સમર્થિત સરકારી દળોએ ઓગસ્ટમાં થયેલા સંઘર્ષવિરામ સંબંધિત કરાર અને તણાવ ઓછો કરવા માટે તુર્કી, ફ્રાંસ અને અમેરિકાની વિનંતી છતાં ડિસેમ્બરના મધ્યમાં દક્ષિણી ઈદબિલમાં જિહાદિયો પર હુમલા કરવામાં આવ્યા હતા.
દળોએ 19 ડિસેમ્બરથી જિહાદિયો પાસેથી ડઝનો નગરો અને ગામોને જપ્ત કર્યા. આ દરમિયાન થયેલી હિંસામાં મોટા પ્રમાણમાં લોકોના મોત થયા હતાં.
એજન્સીએ જણાવ્યું કે, ચાલુ તકરારને લીધે આ ક્ષેત્ર અને અડીને આવેલા સારાકેબથી સ્થળાંતરને વધારવામાં આવ્યું છે.
ઈદબિલ પર આતંકવાદી સંગઠન હયાત તહરીર અલ શામનો કબ્જો છે, જેના પ્રમુખે જિહાદિયો અને સરકાર વિરોધી દળને રશિયા અને સરકાર વિરૂદ્ધ લડવાની અપીલ કરી છે.