જયશંકરએ રાષ્ટ્રપતિ ગોટાબાયાને પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ રાજપક્ષેને શાંતિ, પ્રગતિ, સમુદ્ધિ અને સુરક્ષા માટે એકબીજાને સહયોગ આપવાનો સંદેશ મોકલ્યો હતો. આ સાથે તેમને 29 નવેમ્બરના રોજ ભારત આવવાનું નિમંત્રણ આપ્યું છે, જેનો રાજપક્ષેએ સ્વીકાર કર્યો છે.
હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણીમાં શ્રીલંકામાં પોડુજના પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમ્મેદવાર ગોટબાયા રાજપક્ષેએ જીત મેળવી છે. તેમને સત્તારૂઢ પાર્ટીના ઉમેદવાર સજીત પ્રેમદાસાને 13 લાખ વોટોથી હરાવ્યા હતા.
ગોટબાયાની જીત પર પીએમ મોદીએ ટ્વિટ કરી તેમને શુભકામનાઓ આપી હતી અને બન્ને દેશ વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે શાંતિ, સમુદ્ધિની સાથે સુરક્ષા ક્ષેત્રે સાથે માટે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.