યરુશલમઃ ઉત્તર ઇઝરાયલમાં પોલીસે કોરોના વાઇરસ લોકડાઉનના કારણે લગાવેલા પ્રતિબંધોનું ઉલ્લંધન કરવા અને એક ધાર્મિક સ્થળ પર એકત્રિત થવાના આરોપમાં 300થી વધુ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે, માઉન્ટ મેરોનમાં મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં, સેંકડો યહૂદીઓએ ત્યાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો.
યહૂદી લોકો લાગ બામોઅર અવકાશના દિવસે માઉન્ટ મેરોનમાં આ ધર્મસ્થળે એકત્ર થાય છે અને જશ્ન મનાવે છે.
કોવિડ-19 પ્રકોપના કારણે 20થી વધુ લોકોને એક સ્થળ પર એકઠા થવાનો પ્રતિબંધ છે, પરંતુ યરુશલમમાં ઘણા સ્થળો પર હજારો લોકો એકઠા થયા હતા અને તેમણે જશ્ન પણ મનાવ્યો હતો.