વોશિંગ્ટન: અફઘાનિસ્તાન સમાધાન માટે USના વિશેષ પ્રતિનિધિ ઝલ્માય ખલીલજાદે જણાવ્યું હતું કે આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટે આ અઠવાડિયાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં બે જીવલેણ હુમલો કર્યા છે. જેમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા.
અફઘાનિસ્તાન સમાધાન માટે યુ.એસ.ના વિશેષ પ્રતિનિધિ ઝાલ્મય ખલીલજાદે ઇસ્લામિક રાજ્યના આતંકવાદી કૃત્ય અંગે ટિપ્પણી કરી છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, 'ખલીલજાદે ગુરુવારે ટ્વીટ કર્યુ હતું.
ખલીલજાદે પોતાના ટ્વિટમાં લખ્યું, "યુએસજીનું માનવું છે કે આઇએસઆઇએસ-કેએ આ અઠવાડિયાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં મેટરનિટી વોર્ડ અને એક અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ભયાનક હુમલોને અંજામ આપ્યો છે." તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદી સંગઠન અફઘાન સરકાર અને તાલિબાનના વચ્ચે શાંતિ સમજોતાનો વિરોધ કરે છે.
નોંધનીય છે, કે મંગળવારે રાજધાની કાબુલમાં એક મેટરનિટી હોસ્પિટલમાં થયેલા હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા અને 16 લોકો ઘાયલ થયા છે, જ્યારે પૂર્વી નંગહાર પ્રાંતમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમને લક્ષ્યાંક આપતા આત્મઘાતી બોમ્બમાં 32 લોકો માર્યા ગયા હતા. અને અન્ય 103 ઘાયલ થયા છે.