વેલિંગ્ટન: ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ ન્યુઝીલેન્ડમાં જ્વાળામુખી ફાટવાના તાજેતરમાં શિકાર બન્યા છે, જે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બાદ, તેમના ત્રણ બાળકો અનાથ થઈ ગયા હતાં.
ડિસેમ્બરે જ્વાળામુખી ફાટી નીકળ્યો ત્યારે પ્રતાપ સિંહ અને તેની પત્ની મયુરી ન્યુઝીલેન્ડના લોકપ્રિય વ્હાઇટ આઇલેન્ડની મુલાકાતે હતાં.
ન્યુઝિલેન્ડ પોલીસે બુધવારે જણાવ્યું કે મિડલમોર હોસ્પિટલમાં અન્ય એક પીડિતાની ઇજાને કારણે તેનું મોત નીપજ્યું છે.
આ ટ્રિપમાં 70 લોકો સ્થળની મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, જેમાં શરૂઆતમાં 13 લોકો માર્યા ગયા અને બે ડઝનથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હાલ 21 લોકોનાં મોત નીપજ્યાં છે.
ન્યુઝીલેન્ડના અધિકારીઓ આ દુર્ઘટના અંગેની તપાસ કરી રહ્યા છે. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે વિસ્ફોટ થયાના ત્રણ અઠવાડિયા પહેલા અધિકારીઓ દ્વારા તેના ચેતવણીનું સ્તર વધાર્યા પછી ટાપુ પર પ્રવાસીઓને કેમ મંજૂરી આપવામાં આવી હતી.