આ દરમિયાન તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, લોકસભાના પરિણામ બાદ જ ભારત પાકિસ્તાનના સંબંધો સુધરશે. આમ હવે ફરીથી ભારત પાકિસ્તાનના સંબંધો સુધારવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કશ્મીર મુદ્દે અને હવાઇ માર્ગ મુદ્દે સહિતના તમામ મુદ્દે બેઠક કરીને સમાધાન કરવા અંગેનો પત્ર લખ્યો છે.
પાકિસ્તાનના મીડિયા રીપોર્ટ અનુસાર, ઈમરાન ખાને PM મોદીને પત્રમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે વાતચીતથી સમાધાન શક્ય છે. પાકિસ્તાન કાશ્મીરના મુદ્દા સહિત તમામ સમસ્યાઓ પર સમાધાન કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનવાની સાથે જ ઇમરાન ખાને ટ્વીટ કરીને મોદીને શુભેચ્છાઓ આપી હતી. જ્યારે બિશ્કેકમાં મળનારા શાંઘાઇ સહયોગ સંગઠન સંમેલનમાં બંને નેતાઓ વચ્ચે કોઇ મુલાકાત થવાની નથી.
જ્યારે બંને દેશોમાં ગરીબીને ઘટાડવા માટે બંને દેશો સાથે રહીને કામ કરે તેવી પણ વાત પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને કરી અને સાથે જ આંતકવાદ મુક્ત માહોલ બનાવવાની વાત ઇમરાન ખાને કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કશ્મીરના પુલવામાં થયેલા હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો ખરાબ થયા હતા. આ હુમલા બાદ ભારતે કરેલા એરસ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાને ભારતનો હવાઇમાર્ગ બંધ કર્યો છે. જે હાલ સુધી ખોલવામાં નથી આવ્યો.
પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને પત્ર લખીને તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દિલ્હીમાં વાતચીત કરવા માટેનું જણાવ્યું હતું.