- અમેરિકી અને નાટો સૈનિકોના પાછા આવ્યા બાદ તાલિબાને દેશ પર કબજો કરી લીધો
- અફઘાન નાગરિકોની ચીસો પાડતી તસવીરો દરેક જગ્યાએ દેખાવા લાગી
- તાલિબાનના અત્યાચારના સમાચારે વિશ્વ સમુદાયને ચિંતામાં મૂકી દીધા
હૈદરાબાદ: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો સૈનિકોના પાછા આવ્યા બાદ તાલિબાને દેશ પર કબજો કરી લીધો. અફઘાન નાગરિકોની ચીસો પાડતી તસવીરો દરેક જગ્યાએ દેખાવા લાગી. તાલિબાનના અત્યાચારના સમાચારે વિશ્વ સમુદાયને ચિંતામાં મૂકી દીધા. જ્યારે અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ જો બાઇડનની ટીકા કરવામાં આવી હતી, ત્યારે તેઓ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં ખર્ચનો હિસાબ લઈને બેઠા હતા. તેમણે કહ્યું કે, હવે અમેરિકા તેના સૈનિકોનું મૃત્યુ નથી ઈચ્છતું.
આ પણ વાંચો- નાગપુરમાંથી દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો, બંદૂક પકડેલી તસવીર સામે આવી
અમેરિકી થિંક ટેન્કે પણ ખર્ચનો અંદાજ લગાવવાનું શરૂ કર્યું
અમેરિકી થિંક ટેન્કે પણ ખર્ચનો અંદાજ લગાવવાનું શરૂ કર્યું. તે જ સમયે, તેઓ તેનું પણ અનુમાન લગાવવા માંડ્યા કે, આગામી સમયમાં અમેરિકાએ અફઘાનિસ્તાન પર કરેલા ખર્ચના બદલે શું કીંમત ચૂકવવી પડશે. ફોર્બ્સ મેગેઝિને બ્રાઉન યુનિવર્સિટીના કોસ્ટ ઓફ વોર પ્રોજેક્ટને ટાંકીને કહ્યું કે, 11 સપ્ટેમ્બર, 2001થી 20 વર્ષમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં યુદ્ધ પર 2.26 ટ્રિલિયન ડોલર ખર્ચ્યા.
યુએસએ અફઘાનિસ્તાન યુદ્ધના નામે દરરોજ 300 કરોડ ડોલર ખર્ચ્યા
બે દાયકાથી, યુએસએ અફઘાનિસ્તાન યુદ્ધના નામે દરરોજ 300 કરોડ ડોલર ખર્ચ્યા. જો આ રકમ અફઘાનિસ્તાનના 4 કરોડ નાગરિકોમાં વહેંચવામાં આવી હોત, તો દરેકના ભાગમાં 50 હજાર ડોલર આવ્યા હોત. 2.26 ટ્રિલિયન અમેરિકી ડોલરને જો ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો આ રકમ 148.64 લાખ કરોડ રૂપિયા થાય છે.
30થી વધુ અબજોપતિઓની સંપત્તિનો ખર્ચ કર્યો હોવાનો દાવો
બ્રાઉન યુનિવર્સિટીનો દાવો છે કે, આ રકમ અમેરિકાના મહાન લોકો જેફ બેઝોસ, એલન મસ્ક, બિલ ગેટ્સ સહિત 30 સૌથી અમીર અબજોપતિઓની કુલ સંપત્તિ કરતા વધારે છે. તાલિબાનને અફઘાનિસ્તાનથી દૂર રાખનારા આ અભિયાન માટે અમેરિકી સરકાર આગળ સુધી કિંમત ચૂકવશે, કારણ કે આ ખર્ચો માટે અમેરિકાએ મોટું દેવું લીધેલું છે. તેના બદલામાં તેણે વ્યાજ પણ ચૂકવવું પડશે.
અમેરિકાએ ભવિષ્યમાં પણ લોનનું વ્યાજ ચૂકવવું પડશે
બ્રાઉન યુનિવર્સિટી રિસર્ચ ગ્રુપનો અંદાજ છે કે, અફઘાન યુદ્ધ દરમિયાન લેવામાં આવેલી લોન માટે 500 અબજ ડોલરથી વધુ વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. તેમનો અંદાજ છે કે, 2050 સુધીમાં અફઘાન યુદ્ધ લોન પર વ્યાજની કિંમત 6.5 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. આ ખર્ચ પર, થિંક ટેન્કે કહ્યું કે, દરેક અમેરિકન નાગરિક લોન ચૂકવવા માટે 20 હજાર ડોલરનું યોગદાન આપી રહ્યો છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે સીધી લડાઈમાં 800 બિલિયન ડોલર ખર્ચ્યા
બ્રાઉન યુનિવર્સિટીના કોસ્ટ ઓફ વોર પ્રોજેક્ટ મુજબ, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે સીધી લડાઈમાં 800 બિલિયન ડોલર ખર્ચ્યા. આ સિવાય, અફઘાન સૈન્યને તાલીમ આપવા માટે 85 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું. સંશોધકો દાવો કરે છે કે, અફઘાન સૈનિકોને અમેરિકન કરદાતાના નાણાં સાથે 750 મિલિયન ડોલર વાર્ષિક પગાર ચૂકવવામાં આવ્યો હતો. તાલિબાન સામે લડવા માટે બ્રિટને 30 બિલિયન અને જર્મનીએ 19 બિલિયનની રકમ ખર્ચ કરી હતી.
નાટોના સૈનિકો તાલિબાનીઓનો સફાયો કરી શક્યા નથી
ફોર્બ્સના અહેવાલ મુજબ, તાલિબાન સાથેના યુદ્ધમાં 2,500 અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ત્યાંના પ્રોજેક્ટ્સ પર કામ કરતા 4000 અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા. આ સિવાય આ 20 વર્ષમાં 69 હજાર અફઘાન સૈનિકો અને 47 હજાર નાગરિકો માર્યા ગયા. તાલિબાનના હુમલાને કારણે 20,000 થી વધુ અમેરિકી વિકલાંગ થઇ ગયા હતા. તેમની જાળવણી માટે લગભગ 300 અરબ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ 500 અરજ ડોલર સુધી પહોંચી શકે છે. બીજી બાજુ, માત્ર 61 હજાર તાલિબાન આતંકવાદીઓ અમેરિકન સૈનિકોનો શિકાર બન્યા.
ડેમોક્રેટિક અફઘાનિસ્તાનને દર વર્ષે 4 બિલિયન ડોલરનું વચન આપ્યું
શાંતિ કરાર હેઠળ, અમેરિકાએ 2024 સુધીમાં સૈનિકોના ખર્ચ માટે ડેમોક્રેટિક અફઘાનિસ્તાનને દર વર્ષે 4 બિલિયન ડોલરનું વચન આપ્યું હતું. જ્યારે અફઘાન સૈનિકોએ શરણાગતિ સ્વીકારી લીધી છે, ત્યારે તાલિબાનને આ રકમ નહીં મળે.
તાલિબાનના હાથે લાગ્યા અમેરિકી હથિયાર
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન આતંકવાદીઓને અરબો ડોલરના અત્યાધુનિક અમેરિકન હથિયારો મળ્યા છે. હથિયારોના સ્ટોકમાં યુએસ નિર્મિત મિલિટરી વ્હીકલ હંબી, એરક્રાફ્ટ, કોમ્બેટ હેલિકોપ્ટર, નાઇટ વિઝન ગોગલ્સ અને ડ્રોનનો સમાવેશ થાય છે. તાલિબાનોએ UH-60 બ્લેક હોક્સ હેલિકોપ્ટર પણ કબજે કર્યું છે. તેની કિંમત 90થી 100 કરોડની વચ્ચે છે. એક અંદાજ મુજબ હવે આતંકવાદીઓ પાસે 2,000થી વધુ સશસ્ત્ર વાહનો, 200 હેલિકોપ્ટર, 40 ફાઇટર એરક્રાફ્ટ, એમ 16 અસોલ્ટ રાઇફલ, હોવિત્ઝર તોપ છે. હવે તેનો ઉપયોગ પંજશીર વિસ્તારમાં થઈ શકે છે.
આ પણ વાંચો- અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ, તાલિબાનથી બચવામાં કરશે મદદ
અમેરિકા અફઘાનિસ્તાનમાં કેટલાક અરબ રૂપિયા ખર્ચવાનો દાવો કરે છે
વધુ એક સત્ય એ છે કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં કેટલાક અરબ રૂપિયા ખર્ચવાનો દાવો કરે છે, પરંતુ આજે પણ અફઘાનિસ્તાનના 90 ટકાથી વધુ નાગરિકો ગરીબી રેખા નીચે જીવે છે. અફઘાનિસ્તાનની ડેમોક્રેટિક સરકારે બે ડોલર (લગભગ 150 રૂપિયા) પ્રતિદિનની કમાણીને ગરીબી રેખા માપવાનું માનક બનાવ્યું હતું. તાલિબાનના શાસનમાં લોકોની હાલત વધુ ખરાબ થશે.