હૈદરાબાદઃ ચીનના વુહાનમાંથી ફેલાયેલા વાઈરસે આખી દૂનિયામાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં 9.5 લાખ કરતાં પણ વધારે લોકોના કોરોના વાઈરસના કારણે મોત થયા છે. કોરોનાવાઈરસ વિશ્વને તબાહી તરફ લઈ જઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 3 કરોડ કરતાં પણ વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે.
આંકડાઓ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 2,23,34, 281 દર્દીઓએ કોરોના વાઈરસને માત આપી છે. હાલ વિશ્વમાં 74,01,022 એક્ટિવ કેસ છે. આ આંકડાઓ વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યાં છે. જે સતત બદલાઈ રહ્યાં છે.