- હિંદ મહાસાગરમાં ચીનના જહાજો અનિયમિત પ્રવૃત્તિઓમાં વધારો
- હિંદ મહાસાગરમાં માછીમારીના જહાજોની સંખ્યામાં છ ગણો વધારો
- માછીમારીના જહાજોનો ચીનનો વિદેશી કાફલો વિશ્વમાં સૌથી મોટો
મિયામી: હિંદ મહાસાગરમાં ચીનના જહાજો તેમની અનિયમિત (Chinese ships in the Indian Ocean)પ્રવૃત્તિઓમાં વધારો કરતા જોવા મળ્યા હતા. આ માછીમારો મોટી જાળનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ટુના માછલી(Tuna fish) પકડતા હોવાનું જાણવા મળ્યું છે. નોર્વેના એક મોનિટરિંગ ગ્રુપના(Norwegian monitoring group) નવા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
હિંદ મહાસાગરમાં માછીમારીના જહાજો
આ અહેવાલ મહાસાગરોમાં દરિયાઈ પ્રજાતિઓના સંરક્ષણ (Marine species protection)માટે આંતરરાષ્ટ્રીય સહકારના અભાવને દર્શાવે છે. ફિશરીઝ ઇન્ટેલિજન્સ 'ટ્રિગ મેટ ટ્રેકિંગ' (Fisheries intelligence 'Trygg Mat Tracking' - TMT) દ્વારા બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે હિંદ મહાસાગરમાં માછીમારીના જહાજોની સંખ્યામાં 2016 થી છ ગણો વધારો થયો છે..
મોટાભાગના જહાજોમાં ચીનના ધ્વજ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓમાન અને યમનના દરિયાકાંઠે જોવા મળેલા મોટાભાગના જહાજોમાં ચીનના ધ્વજ છે. માછીમારીના જહાજોનો ચીનનો વિદેશી કાફલો વિશ્વમાં સૌથી મોટો છે અને ચીન સમગ્ર વિશ્વમાં ગેરકાયદેસર, અજાણ અને અનિયમિત માછીમારીના આરોપોથી ઘેરાયેલું છે.
આંતરરાષ્ટ્રીય જળસીમામાં માછીમારીની પ્રવૃત્તિને નિયંત્રિત કરે
TMTને મોટી જાળવાળા તમામ માછીમારીના જહાજો મળ્યાં, જે અન્ય માછીમારી પદ્ધતિઓ કરતાં વધુ નુકસાનકારક માનવામાં આવે છે, કારણ કે તેઓ એવી પ્રજાતિઓને ફસાવે છે કે જેને પકડવાનો ઈરાદો નથી. ડ્રોન દ્વારા જહાજોની જાળમાં ફસાયેલી અન્ય માછલીઓમાં ટુના માછલીઓ પણ જોવા મળી હતી. આ સીઝન દરમિયાન આ વિસ્તારમાં મળી આવેલા 341 જહાજોમાંથી કોઈએ પણ ઈન્ડિયન ઓશન ટુના કમિશન (Indian Ocean Tuna Commission- IOTC) પાસેથી ટુના પકડવાની પરવાનગી મેળવી ન હતી, જે આંતરરાષ્ટ્રીય જળસીમામાં માછીમારીની પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે.
જ્યાં તેમને માછલી પકડવાની મંજૂરી નહોતી
TMTએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કાર્યરત પાંચ જહાજોને બાદમાં 30 મેટ્રિક ટન સ્કિપજેક અને યલોફિન ટુના સાથે પાકિસ્તાનના બંદર પર બોલાવવામાં આવ્યા હતા. IOTC વર્ષોથી મોટા પાયે પકડવાની પ્રવૃત્તિઓ પછી ફરીથી આ ટુના માછલીઓની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.TMT દ્વારા ઉલ્લેખિત કેટલાક ચાઈનીઝ જહાજો વિશ્વના અન્ય ભાગોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ઈતિહાસ ધરાવે છે. તેઓ ઓમાન અને યમનની સરહદોની નજીક જતા જોવા મળ્યા હતા, જ્યાં તેમને માછલી પકડવાની મંજૂરી નહોતી.
આ પણ વાંચોઃ Farmers Called Off protest: ખેડૂતોનું આંદોલન સમેટાયુ, 11 ડિસેમ્બરથી આંદોલનકારીઓ ઘરે પરત ફરશે