સીરિયા: યુદ્ધથી પીડિત સીરિયાના કુર્દિશ બહુમતીવાળા ઉત્તરીય ભાગમાં કોરોના વાઈરસથી મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. આ અર્ધ-સ્વાયત્ત કુર્દિશ પ્રદેશના વહીવટી તંત્રે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર તાત્કાલિક તેના અધિકારીઓને જાણ ન કરવાનો આરોપ લગાવ્યો કે, યુનાઇટેડ નેશન્સની એજન્સી અને સિરિયન અધિકારીઓ કોરોના વાઈરસના ફેલાવા માટે જવાબદાર છે.
યુએનની માનવાધિકાર એજન્સી 'OCHA'એ જણાવ્યું કે, અમને આ મૃત્યુ અંગે ગુરૂવારે WHO તરફથી એક નોટિસ મળી હતી. OCHAએ શુક્રવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, WHO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઉત્તર-પૂર્વી સિરિયાની કમિશ્લી રાષ્ટ્રીય હોસ્પિટલમાં 2 એપ્રિલના રોજ મૃત્યુ પામેલા વ્યક્તિને કોવિડ-19 ચેપ લાગ્યો હતો. મૃતકની ઉંમર 53 વર્ષ હોવાનું જણાવાયું છે.
OCHAએ જણાવ્યું કે, તેમના પરિવારનો બીજો સભ્ય હોસ્પિટલમાં દાખલ છે અને કોવિડ-19નાં લક્ષણો તેમાં જોવા મળ્યા છે. જોકે, તેના તપાસના પરિણામો આવવાના બાકી છે. ઉત્તર પૂર્વ સિરિયામાં વધુ કેસો શોધવા માટે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સિરિયામાં કોરોના વાઈરસના 38 સત્તાવાર કેસો નોંધાયા છે, અને બે લોકોનાં મોત થયા છે.