- દક્ષિણી ઈરાકમાં એક હોસ્પિટલના કોરોના વોર્ડ (Corona ward of a hospital in southern Iraq)માં લાગી આગ
- કોરોના વોર્ડમાં લાગેલી આગના કારણે 50 લોકોના મોત થયા
- અધિકારીઓના મતે, હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ (Short circuit)ના કારણે આગ લાગી હતી
બગદાદઃ દક્ષિણ ઈરાકના ધી કાર પ્રાન્તમાં આવેલી અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલના કોરોના વોર્ડ (Corona ward of Al Hussein Teaching Hospital)માં આગ લાગવાથી 50 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાકના મેડીકલ અધિકારી (Medical officer of Iraq)ઓએ આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો- મેક્સિકોઃ સમુદ્રમાં પાંચ ક્લાક સુધી ધધગતી રહી ભીષણ આગ, જાણો પાણીમાંથી કેમ નીકળવા લાગ્યો લાવા
નાસિરયા શહેરની હોસ્પિટલમાં આગ લાગતા 50ના મોત
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાસિરયા શહેરની એક હોસ્પિટલમાં (A hospital in the city of Nazareth) 50 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોની હાલત નાજૂક છે. મૃતક લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગ ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ (Short circuit)ના કારણે લાગી હતી. આગ ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે લાગી હતી. જોકે, આરોગ્ય મંત્રાલયે આગ લાગવાના કારણ અંગે કંઈ કહ્યું નથી. 2 મેડીકલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વોર્ડ ત્રણ મહિના પહેલા ખૂલ્યો હતો અને તેમાં 70 બેડ હતા.
આ પણ વાંચો- કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ પર થોડા અંશે મેળવાયો કાબૂ
ઈરાકની હોસ્પિટલમાં આગ લાગવાની આ બીજી ઘટના
આરોગ્ય વિભાગના પ્રવક્તા અમ્માર અલ જામિલી (Health Department spokesman Ammar Al Jamili)એ જણાવ્યું હતું કે, જ્યારે આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 63 દર્દી બોર્ડની અંદર હતા. ઈરાકના કોઈક હોસ્પિટલમાં આ વર્ષે આગ લાગવાની આ બીજી ઘટના છે. આ પહેલા એપ્રિલમાં બગદાદના એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ફાટવાના કારણે આગ લાગી હતી અને 82 લોકોના મોત થયા હતા.