હાલ, પેરિસમાં FATF ચાલી રહી છે. જેમાં ભાગ લેવા ગયેલાં અધિકારીઓના જણાવ્યાં અનુસાર, "જો પાકિસ્તાને આતંક વિરૂદ્ધ કોઈ પર્યાપ્ત પુરાવા રજૂ ન કર્યા તો પાકને તમામ સદસ્યોથી અલગ કરી દેવામાં આવશે."
FATF પ્રમાણે, જો પાકિસ્તાન 27 મુદ્દાની યોજનાને અમલમાં મૂકવામાં નિષ્ફળ જશે, તો પાકિસ્તાનને 18 ઓક્ટોમ્બરે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. નિયમો અનુસાર, 'ગ્રે' અને 'બ્લેક' યાદીઓ વચ્ચે આવશ્યક તબક્કો છે, જેને 'ડાર્ક ગ્રે' સૂચિ કહેવામાં આવે છે.
ડાર્ક ગ્રે' યાદી સંબધિત દેશને સુધરવા માટેની છેલ્લી તક આપે છે. 'ડાર્ક ગ્રે'નો ઉપયોગ દેશને ત્રીજા તબક્કા સુધીની ચેતવણી આપવા માટે થાય છે. પાકિસ્તાનની આ ચોથી ચેતવણી છે. ગત વર્ષે જૂનમાં પાકિસ્તાનને ગ્રે સૂચીમાં મૂકવામાં આવ્યું હતું અને તેને 2019 સુધી ટેરર ફંડિગ વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. આમ, અનેક સુધરવાની તક આપવા છતાં પાકિસ્તાન પૂરતાં પુરાવા રજૂ નહીં કરે તો તેને ઇરાન અને ઉત્તર કોરિયાની સાથે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે.
બ્લેક લિસ્ટ એટલે કે, પાકિસ્તાનને IMF અને વિશ્વ બેન્ક સહિત આંતરાષ્ટ્રીય નાણાકિય સંસ્થાઓ દ્વારા કોઈ પણ જાતની સહાયતા આપવામાં આવશે નહીં.