નવી દિલ્હી: અંડરવર્લ્ડની દુનિયાનું ખુબ જ ચર્ચિત નામ દાઉદ ઈબ્રાહિમ હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનમાં ફિલ્મ અભિનેત્રી અને કરાંચી ફિલ્મ ઉદ્યોગમાં 'ગ્લેમર ગર્લ' બાદ સૌની લોકપ્રિય મેહવિશ હયાતને સોશિયલ મીડિયા પર ટ્રોલિગનો સામેનો કરવો પડી રહ્યો છે. હવે હયાતનુંં નામ ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું છે.
તમગા-એ-ઈમ્તિયાઝથી સન્માનિત
પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંથી એક તમગા-એ-ઈમ્તિયાઝથી સન્માનિત અને કરાચીમાં રહેનારી અભિનેત્રીનને દાઉદ ઈબ્રાહિમ સાથે નજીકના સંબંધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે કથિત રીતે પાકિસ્તાની ફિલ્મોને ફંડ કરે છે અને હતાયને ફિલ્મ અપાવવામાં મદદ પણ કરે છે.
ટ્વિટર પર ટ્રોલ થઈ હયાત
37 વર્ષીય અભિનેત્રીને ટ્વિટર પર 14 લાખથી વધુ લોકો ફૉલો કરે છે. અભિનેત્રીનો એક ફોટો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના કથિત પરિચય માટે હયાતને ટ્રોલ કરવાની સાથે કેટલીક ટિપ્પણી પણ વાયરલ થઈ છે.
ડૉનના અફેરની જૂની યાદો
અભિનેત્રીની સાથે સંબંધો બહાર આવ્યાં બાદ 80 અને 90ના દશકામાં કેટલીક બૉલિવૂડ નાયિકાઓ સાથે ડૉનના અફેરની જૂની યાદો ફરી તાજી થઈ છે. માત્ર દાઉદ ઈબ્રાહિમ જ એવો નથી કે, જેનો સબંધ ફિલ્મ ઉદ્યોગ સાથે છે.
વડાપ્રધાન ઈમરાન ખાન સહિત કેટલાક ક્રિકેટર નજીક છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હયાતના માત્ર દાઉદ સાથે જ નહીં, પરંતુ પાકિસ્તાનના PM ઈમરાન ખાન સહિત કેટલાક ક્રિકેટર્સ, ઉર્દુ ફિલ્મ ઉદ્યોગની ગ્લેમર ગર્લના સારા સંબંધો છે. ગત્ત વર્ષે હયાતને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારોમાંથી એક તમગા-એ-ઈમ્તિયાઝ એનાયત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવામાં આવી રહી છે. તેમણે કરાચીમાં સૌથી શક્તિશાળી લોકો સાથે નીકટના સબંધોને લઈ તેમને પુરસ્કાર મળ્યો છે. એક રિપોર્ટ મુજબ, દાઉદ ઈબ્રાહિમની સાથે પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાતના નજીકના સંબંધોના સંકેતો આપવામાં આવ્યા હતાં.
'પંજાબ નહીં જાઉગી'થી બની સૌના દિલની ધડકન
પાકિસ્તાનની અભિનેત્રીની 2 ફિલ્મે બૉક્સ ઑફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. આ પહેલા 2017માં તેમની ફિલ્મ 'પંજાબ નહીં જાઉગી'એ લોકોનું દિલ જીત્યું હતું. હયાત પાકિસ્તનની એક ટૉપ સિંગિસ સ્ટાર પણ છે. જે અનેક મોટા કાર્યક્રમો પણ હોસ્ટ કરે છે. જેમાં ક્રિકેટર્સ, રાજનેતા અને ઉદ્યોગપતિઓ પણ સામેલ હોય છે.
ફિલ્મમાં આઈટમ સોંગ કર્યા બાદ પ્રસિદ્ધી મળી
મીડિયા રિપોર્ટ અનુસાર, હયાતને પાકિસ્તાની ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા બાદ પ્રસિદ્ધી મળી છે, ત્યારબાદ તે દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવી. દબદબાના કારણે હયાતને અમુક હાઈ બજેટ ફિલ્મો પણ મળી હતી. દાઉદ કુખ્યાત ડી-કંપનીનું નેતૃત્વ કરે છે. દાઉદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ફંડ કરે છે. જેના કરાચી અને લાહોરમાં ઘણાં મોટા પ્રોડ્યૂસર અને ડિરેક્ટર સાથે સંબંધો છે.
હયાત સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
ટ્વિટર પર ટ્રોલિંગને લઈને હયાતે કહ્યું કે, આ મારા વિરુદ્ધ કાવતરું છે. હયાતના નજીકના સંબંધીઓએ કહ્યું કે, હયાતનો કોઈ માફિયા સાથે સંબંધ નથી. જેને લઈ કેટલાક ભારતીયોએ ટ્વિટર ટ્રોલ કરતા કહ્યું કે, પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત અને દાઉદના નજીકના સંબંધો છે. જેણે 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં ઘણાં નિર્દોષ લોકોની હત્યાનો આરોપ છે.
પાકિસ્તાન સરકારના નિર્ણય પર ઉઠ્યા સવાલ
પાકિસ્તાનમાં પણ લોકોએ હયાતને સર્વોચ્ચ નાગરિક સન્માન મળતાં ઘણાં સવાલો ઉઠાવ્યા હતાં. જે પહેલા દિગ્ગજ ગાયક નૂરજહાં જેવા અન્ય લોકોને આપવામાં આવ્યો હતો.