બેજિંગઃ કોરોનાનો કેર ચીનમાં યથાવત છે, ત્યારે બુધવારે વાયરસના અન્ય 406 કેસ નોંધાયા છે. આ વાયરસને કારણે મૃત્યુનો ભાગ બનતા લોકોનો આંક પણ વધ્યો છે. કોરોનાનો ભોગ બનેલા લોકોનો મૃત્યુઆંક 2715એ પહોંચ્યો છે. મહત્વનું છે કે, કોરોનાનું કેન્દ્રબિંદુ ચીનનું વુહાન શહેર છે, જ્યાં સૌથી વધુ મોત થયાં છે.
આ વાઆરસના કુલ 78,064 કેસ નોંધાયા છે. વૈશ્વિક સ્તર પર 80,000થી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. આ સાથે સાઉથ કોરિયા અને ઈરાનમાં પણ કોરોનાને લીધે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી રહી છે. હાલ WHO દ્વારા વાયરસને અટકાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પંરતુ વાયરસ દિન-પ્રતિદિન ફેલાતો જ જાય છે. લોકો વાયરસનો ભોગ બની પોતાના જીવ ગુમાવી રહ્યાં છે.