ટોક્યોઃ જાપાનના સ્વાસ્થ્ય આરોગ્ય પ્રધાન જણાવ્યાનુસાર, જાપાનના દરિયાઈ કિનારે જહાજ ડાયમંડ પ્રિન્સેસમાં કોરોના વાયરસથી અસરગ્રસ્તનો આંક 355ને વટાવી ચૂક્યો છે. પ્રધાન કાત્સુનોબૂ કાતોએ સરકારી પ્રસારક NHK પર ચર્ચા કરતાં કહ્યું હતું કે, "અત્યાર સુધી અમે 1,219 લોકોની તપાસ કરી છે. જેમાં 355 લોકોના રિપોર્ટ પોઝિટીવ મળ્યાં છે."
આ પરિસ્થિતિ દરમિયાન જહાજને 19 ફેબ્રુઆરી સુધી અલગ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 1665 સુધી પહોંચી ગઈ છે, તો વાયરસથી સંક્રમિત લોકોનો આંક 68,000થી વધુ છે.