ETV Bharat / international

કોરોનાની પ્રથમ રસી આવતા અઠવાડિયે આવશે: રશિયાનો દાવો - કોરોનાન વાઇરસની દવા

કોરોના વાઇરસની રસી અંગે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે, કોરોનાની રસી 10 થી 12 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

કોરોનાની પ્રથમ રસી
કોરોનાની પ્રથમ રસી
author img

By

Published : Aug 7, 2020, 6:18 PM IST

મોસ્કો: રશિયાએ કોરોના વાઇરસ રસી અંગે મોટો દાવો કર્યો છે. રશિયાએ શુક્રવારે કહ્યું હતું કે, કોરોનાની રસી 10 થી 12 ઓગસ્ટ સુધી લોન્ચ કરવામાં આવશે. કોરાનાની આ વિશ્વની પ્રથમ રસી હશે.

કેટલાક લોકો પર પ્રાયોગિક કોવિડ -19 રસીના પ્રથમ માનવીય પરીક્ષણો લગભગ બે મહિના પહેલા શરૂ થયા હતા અને રસી બનાવવાની વૈશ્વિક પ્રક્રિયામાં રશિયાના દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

આ પ્રયાસને પ્રાયોજીત કરનાર રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના વડા કિરીલ ડિમિત્રોવના જણાવ્યા અનુસાર, ગામાલેયા સંશોધન સંસ્થા દ્વારા વિકસિત રસીને થોડા દિવસોમાં મંજૂરી મળી જશે અને વૈજ્ઞાનિકો દ્વારા ત્રીજા તબક્કોનો અભ્યાસ પૂર્ણ કરનાર પ્રથમ દેશ હશે.પ્રાયોગિક રસી સલામત અને અસરકારક છે તે સાબિત કરવાનો એકમાત્ર રસ્તો છેલ્લા તબક્કાનો અભ્યાસ છે. આ તબક્કામાં, લાખો લોકો પર પરીક્ષણ કરવામાં આવે છે.

આરોગ્ય પ્રધાન મિખાઇલ મુરાશકોએ જણાવ્યું કે, તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ મહિનામાં રસી આપવામાં આવી શકે છે. તેના તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.તેમણે સ્પષ્ટ કર્યું નથી કે શું તે ત્રીજા તબક્કાના અભ્યાસનો ભાગ હશે કે નહીં.નાયબ વડા પ્રધાન તાત્યાના ગોલીકોવાએ સપ્ટેમ્બરમાં 'ઔદ્યોગિક ઉત્પાદન' શરૂ કરવાનું વચન આપ્યું હતું અને મુરાશકોએ કહ્યું છે કે સમૂહ-સ્તર પર રસી આપવાનો કાર્ય ઓક્ટોબરમાં શરૂ થશે.

અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાંત ડો. એન્થની ફાઉચીએ ગયા અઠવાડિયે આ ઝડપી અભિગમ પર સવાલ ઉઠાવ્યા હતા.વિશ્વના ઘણા દેશો કોરોના વાઇરસ રસીનું પરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોરોના રસી બનાવવામાં આવી નથી. જો રશિયાનો દાવો સાચો સાબિત થાય છે, તો તે વિશ્વની પ્રથમ રસી હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.