ETV Bharat / international

કોરોનાનો કહેર યથાવાત: મૃત્યુઆંક 4,000ને પાર, 100 દેશમાં વાયરસ ફેલાયો

કોરોના વાયરસનો દુનિયામાં કહેર યથાવત છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 4000 લોકોના મોત થયા છે. એક લાખથી વધારે લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. દુનિયાના 100 દેશોમાં આ વાયરસ ફેલાયો છે.

world
કોરોના
author img

By

Published : Mar 10, 2020, 9:55 AM IST

રોમ/બેજિંગ: સમગ્ર વિશ્વમાં લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. જેમાં અત્યાર સુધી 4000થી વધારે લોકોના મોત થયા છે. ચીનમાં 80 હજારથી વધારે લોકો ચેપગ્રસ્ત છે. યુરોપના દેશોમાં સાર્વજનિક સ્થાનો પર રોક લગાવી છે. ચીનના વુહાનથી આ વાયરસ ફેલાયો હતો. આ અંગે ચીને કહ્યું કે, અસ્થાઇ હોસ્પિટલો બંધ કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે કહ્યું કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 40 નવા કેસ સામે આવ્યાં છે.

ચીન બાદ ઈટાલીમાં કોરોના સૌથી વધારે અસર છે. ઈટાલીમાં 366 લોકોના મોત થયા છે. જેમાં 7375 કેસ સામે આવ્યાં છે. ઈટાલીમાં ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કોરોના વાયરસના કારણે ઈટાલીમાં 23 જિલ્લાઓમાં કેદીઓ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે.

દક્ષિણ કોરિયામાં 51ના મોત

દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના કારણે 51 લોકોના મોત થયા છે અને નવા 248થી વધારે લોકો રવિવારે ચેપગ્રસ્ત છે. કુલ ચેપગ્રસ્તની સંખ્યા 7382ને પાર પહોંચી છે.

ઈરાનમાં 600 નવા કેસ સામે આવ્યા

ઈરાનમાં સોમવારે 600 નવા કેસ સામે આવ્યાં છે. ઈરાનમાં ચેપગ્રસ્તની સંખ્યા 7,000ને પાર પહોંચી છે. કોરોનાના કારણે ઈરાનમાં 43 લોકોના મોત થયા છે. આ સાથે ઈરાનમાં આ વાયરસના કારણે 237 લોકોના મોત થયા છે.

અમેરિકામાં કોરોના વાયરસના કારણે 21 લોકોના મોત

અમેરિકામાં કોરોના વાયરસના કારણે 21 લોકોના મોત થયા છે અને ચેપગ્રસ્તની સંખ્યા 500ને પાર પહોંચી છે.

સિંગાપુરમાં 160 લોકો ચેપગ્રસ્ત

સિંગાપુરમાં સોમવારે કોરોના વાયરસના 10 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ ચેપગ્રસ્તની સંખ્યા 160ને પાર પહોંચી છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, 10 ચેપગ્રસ્તમાં ત્રણ વિદેશના છે. જેમાં 2 ઈન્ડોનેશિયા અને 1 બ્રિટેનનો છે.

પાકિસ્તાનમાં સોમવારે 55 વર્ષીય એક વ્યક્તિની તપાસમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થવાની પુષ્ટી થઇ છે. સંક્રમિતોની સંખ્યા 8 સુધી પહોચી છે. ભારતે વિદેશી ક્રૂઝ જહાજો પર રોક લગાવી છે અને મોબાઈલ ફોનથી 30 સેકેન્ડનો જાગરુકતા ફેલાવવા માટે સંદેશ આપવાનું શરૂ કર્યું છે. દેશમાં કોરોના વાયરસ વાયરસનો કહેર યથાવત છે. સોમવારે આ વાયરસના કારણે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોના વાયરસના કારણે કેલિફોર્નિયામાં યોજાનારી ઈન્ડિયન વેલ્સ ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી છે. આ દુનિયામાં મોટી રમત ટૂર્નામેન્ટમાંથી એક હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.