બીજિંગઃ હુબેઈ પ્રાંતમાં સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર, ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોમાં મોત થયા છે. જ્યારે હજુ પણ 2,097 લોકો અસરગ્રસ્ત છે.
સ્વાસ્થ્ય વિભાગે રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસથી હુબેઈ પ્રાંતમાં 974માં લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં કુલ મૃત્યુઆંક 1,001 નોંધાયો છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ જીવલેણ વાયરસ 24 દેશમાં ફેલાયો છે. દુનિયાભરમાં 42,000થી વધુ લોકોમાં તેની અસર જોવા મળી હતી.
નોંધનીય છે કે, ચીનમાં દિવસેને દિવસે કોરોના વાયરસ વકરી રહ્યો છે. જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ જનતાની વ્હારે આવ્યાં હતા અને આ રોગચાળાને નાથવા માટેની કામગીરી હાથ ધરી હતી. તેમણે સ્થાનિક હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ વાયરસનું કેન્દ્ર ગણાતા વુહાન શહેર અને ફ્રન્ટલાઈન ચિકિત્સાલયના કર્માચારીઓ સાથે વીડિયો ચેટ કરી દ્વારા સંપર્ક કર્યો હતો.