- વિશ્વનું સૌથી ઊંચું માનવ સંચાલિત રડાર સ્ટેશન
- ચીની આર્મીની સત્તાવાર વેબસાઇટે માહિતી આપી
- સૈનિકો માટે મોબાઇલ નેટવર્ક મેળવવાની સમસ્યાને કારણે બનાવાયું
બેઇજિંગ: ચીન દ્વારા તિબેટના સુદૂર હિમાલય ક્ષેત્રના ગનબાલા રડાર સ્ટેશન પર 5G સિગ્નલ બેઝ ખોલવામાં આવ્યો છે. તે વિશ્વનું સૌથી ઊંચું માનવ સંચાલિત રડાર સ્ટેશન છે. આ અંગેની માહિતી સોમવારે ચીની આર્મીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી હતી. આ રડાર સ્ટેશન 5,374 મીટરની ઊંચાઇએ બનાવવામાં આવ્યું છે. ભારત અને ભૂટાનની સરહદોની નજીક આવેલા પર્વત તિબેટના નાગરાજે કાઉન્ટીમાં બનાવ્યું છે.
આ પણ વાંચો: ચીન સાથે તણાવ વચ્ચે જાપાન પૂર્વ સમુદ્રમાં લડાકુ વિમાન મોકલશે
મોબાઇલ નેટવર્ક મેળવવાની સમસ્યા
વેબસાઇટમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષના અંતમાં, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સરહદી વિસ્તારોમાં સૈનિકો માટે મોબાઇલ નેટવર્ક મેળવવાની સમસ્યાને પહોંચી વળવા નાગરિક કંપનીઓના સહયોગથી ગનબાલામાં 5G સ્ટેશનનું નિર્માણ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ભારત-ચીન સંબધમાં ETV Bharatvના વરિષ્ઠ પત્રકારની રઘુ દયાલ સાથે વાતચીત