ચીને તિબેટના વિસ્તારમાં સેનાભ્યાસ શરૂ કર્યો છે. ચીન તિબેટની રાજધાનીથી સરહદ સુધી દારૂખાનાથી સજ્જ હેલિકોપ્ટર, વિમાનો તોડી પાડવાની મિસાઈલ વગેરે યુદ્ધનો સંરજામ ગોઠવી દીધો છે. ભારત અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (સરહદ) 3,488 કિલોમીટર લાંબી છે. ચીન દાવો કરે છે કે, અરૂણાચલ પ્રદેશ તિબેટનો જ ભાગ છે.
ચીને સરકારી સમાચાર ગ્લોબલ ટાઈમ્સમાં રવિવારે સમાચાર આપ્યા હતા કે, પીપલ્સ લિબરેશન આર્મી તિબેટ સેના કમાને નવા વર્ષનો અભ્યાસની શરૂઆત કરી છે. તિબેટની રાજધાની લ્હાસાથી સરહદ સુધી હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ ગાડી, ભારે તોપખાનું અને વિમાનો તોડી પાડવાળી મિસાઈલો ખડકી છે.
ભારત અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા 3,488 કિલોમીટર લાંબી છે. આ રેખા અરૂણાચલ અને સિક્કિમ સુધી છે.
ચીન દાવો કરે છે કે, અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો જ એક ભાગ છે.