ETV Bharat / international

ચીનમાં હવે દંપત્તિઓ 3 બાળકોને જન્મ આપી શકશે, કાયદો મંજૂર - CHINA APPROVES THREE CHILD POLICY

ચીનમાં નેશનલ પિપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિએ સંશોધિત જનસંખ્યા અને પરિવાર નિયોજન બિલને પાસ કર્યું છે. જેના અંતર્ગત ચીની દંપત્તિઓ 3 બાળકોને જન્મ આપી શકશે.

ચીનમાં હવે દંપત્તિઓ 3 બાળકોને જન્મ આપી શકશે

author img

By

Published : Aug 20, 2021, 4:48 PM IST

  • ચીન દ્વારા 3 બાળકો પેદા કરવાની નીતિને અપાઈ મંજૂરી
  • હવે ચીનમાં પરિવારો 3 બાળકો પેદા કરી શકશે
  • સંશોધિત જનસંખ્યા અને પરિવાર નિયોજન બિલને પાસ

બીજિંગ: ચીનમાં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા લાવવામાં આવેલ 3 બાળકોની નીતિને શુક્રવારે ઔપચારિક રુપથી સમર્થન આપવામાં આવ્યું છે. આ નીતિ દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં ઝડપથી ઓછા થતા જન્મદરને રોકવા માટે લાવવામાં આવી છે.

સરકાર પરિવારો પર બોજો ઓછો કરવા પણ પગલા લેશે

ચીનના સરકારી સમાચાર પત્ર 'ચાઈના ડેઈલી' અનુસાર, નવા કાયદામાં બાળકોના ભરણ પોષણ અને તેમના શિક્ષણનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે પરિવારનો બોજ ઓછો કરવા માટે કરવેરા, વીમા, શિક્ષા, આવાસ અને રોજગાર સંબંધિત સહયોગાત્મક પગલાઓ લેવામાં આવશે.

જનસંખ્યાકીય સંકટ માટે એક બાળકની નીતિ જવાબદાર

ઉલ્લેખનીય છે કે, ચીને દશકો જૂની એક બાળકની નીતિને રદ્દ કરીને 2016માં તમામ દંપત્તિઓને 2 બાળકો પેદા કરવાને અનુમતિ આપી હતી. નીતિ નિર્માતાઓએ દેશમાં જનસંખ્યાકીય સંકટ માટે એક બાળકની નીતિને જવાબદાર ઠેરવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.