નવી દિલ્હી: ચીને પહેલીવાર સ્વીકાર્યું હતું કે, ગયા અઠવાડિયે થયેલી હિંસક અથડામણમાં તેમણે 20 કરતા ઓછા સૈનિકો ગુમાવ્યા છે. ભારતીય મીડિયાએ એક દિવસ અગાઉ અહેવાલ આપ્યો હતો કે , ભારતે 16 ચીની સૈનિકોના મૃતદેહો પીપુલ્સ લિબરેશન આર્મી ને સોંપી દીધા છે.
અથડામણ બાદ નવી દિલ્હીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે ચીને 20 સૈનિકો ગુમાવ્યા હતા, જ્યારે બીજિંગે હજું સુધી કંઇ જાહેર કર્યું નથી.બીજિંગમાં, ચીની કમ્યુનિટિ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે સોમવારે ચિની નિષ્ણાતો પર પ્રહાર કરતા કહ્યું છે કે, ચીન સીમા સંઘર્ષને વધારવા માંગતો નથી,તેણે તેથી જ તેના સૈનિકોની સંખ્યાની જાણ ન હતી કરી .
ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે અમારી જાનહાની 20 કરતા ઓછી છે. જો સાચી સંખ્યા કહેવામાં આવે તો ભારત સરકાર ફરીથી દબાણ હેઠળ આવશે.ગ્લોબલ ટાઇમ્સે હ્યપં હતું કે, ભારતીય અધિકારીઓ રાષ્ટ્રવાદીઓને સંતોષ કરવા માટે ચીનની જાનહાનિને વધારીને બતાવી રહ્યા છે.
ગ્લોબલ ટાઇમ્સની એક રિપોર્ટમાં કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વી.કે. સિંઘના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે શનિવારે દાવો કર્યો હતો કે, ગલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની સંખ્યા 40 થી વધુ છે.
બીજિંગના નિષ્ણાતોએ ભારતને ધમકી આપી હતી કે, જો યુદ્ધ થાય તો ચીન સાથેની 1962 ની સરહદ વિવાદ બાદ ભારત વધુ અપમાનિત થશે.ચીનના નિરીક્ષકોએ કહ્યું હતું કે મોદી રાષ્ટ્રવાદીઓ અને કટ્ટરવાદીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ સમજે છે કે તેમનો દેશ ચીન સાથે હવે વધુ લડી શકતો નથી. તેથી તે તણાવ શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગ્લોબલ ટાઇમ્સે ચીની સૈન્ય નિરીક્ષકોના નિવેદનવે જણવાતા લખ્યું કે, જો હવે યુદ્ધ થાય હોત તો ભારતની સ્થિતિ 1962 ના યુદ્ધ કરતા પણ વધુ ખરાબ થશે અને તેના પરિણામે વધુ સૈન્યની જાનહાની થઈ શકે છે.