- આખરે ચીનના મોઢે આવ્યું સત્ય
- ગલવાન ઘાટી પર ચીનને મળ્યો હતો જડબાતોડ જવાબ
- ભારતીય સેનાએ ચીની સૈનિકોને ચટાવી હતી ધૂળ
નવી દિલ્હીઃ લાઈન ઓફ કન્ટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે અથડામણ થઈ રહી છે. જૂન મહિનામાં ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણમાં ચાર ચીની સૈનિકો ઠાર મરાયા હોવાની કબૂલાત ચીને પોતે કરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી ચીન પોતાની ટણીમાં ને ટણીમાં આ વાત સ્વીકારતું નહતું, પરંતુ આટલા મહિના પછી આખરે તેના મોઢે સાચુ આવી જ ગયું. આ અથડામણમાં ભારતના 20 જવાન પણ શહીદ થયા હતા.
ચીનના કેન્દ્રિય સૈન્ય પંચે મૃતક ચીની સૈનિકોને યાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો
ચીનના કેન્દ્રિય સૈન્ય પંચે કારાકોરમ્ પર્વત પર તહેનાત અને મૃત્યુ પામેલા 5 ચીની સૈનિકોને યાદ કર્યા હતા. ચીન ગલવાન ઘાટી પર મરેલા સૈનિકોનો આંકડો હંમેશાથી ઓછો જ બતાવે છે. થોડા દિવસો પહેલાં નોર્દન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ વાઈ. કે. જોશીએ જણાવ્યું હતું કે, ગલવાન ઘાટીની અથડામણ પછી 50 ચીની સૈનિકોને વાહનો મારફતે લઈ જવામાં આવ્યા હતા. આ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ઘણા ચીની સૈનિકોને ઠાર મરાયા હતા.