બાંગ્લાદેશના ચટગામમાં ગેસની પાઈપલાઈનમાં વિસ્ફોટ થવાને કારણે અંદાજે 7 લોકોના મોત થયા છે. જ્યારે 32 લોકો ઘાયલ થયા છે.અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટથી એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી.અધિકારીઓનું કહેવુ છે કે, ગેસ લિક થવાના કારણે આ અકસ્માત સર્જાયો છે.
ઢાકામાં ઓક્ટોબરમાં એક ગેસ સિલેન્ડર વિસ્ફોટમાં 6 બાળકો સહિત 7 લોકોના મૃત્યુ થયા છે.