- અફઘાનિસ્તાનમાં ભારતીયોને પરત લાવવાના શરૂ
- વિદેશપ્રધાને અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી
- આજે શુક્રવારે કેટલાક ભારતીયોને લાવી શકાય છે પરત
ન્યૂઝ ડેસ્ક: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારતીયોને બચાવવા માટે સરકાર એક્શનમાં છે. ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકર તાજેતરમાં જ પોતાનો વિદેશપ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકીને પરત ફર્યા છે અને અમેરિકા સહિતના દેશો સાથે સતત વાટાઘાટો કરીને ભારતીયોને પરત લાવવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે. એવામાં સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, આજે શુક્રવારે વધુ કેટલાક ભારતીયોને પરત લાવવામાં આવી શકે છે.
ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ કરી શકે છે C-17 પ્લેન
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, આજે શુક્રવારે કાબુલથી ભારતીય વાયુસેનાનું C-17 વિમાન ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ કરી શકે છે. જેમાં 290 જેટલા લોકોને પરત લાવવામાં આવી શકે છે. આ 290 લોકોમાંથી 220 ભારતીયો અને 70 અફઘાની નાગરિકો છે.