- રશિયામાં બેલારુસ કાર્ગો પ્લેન ક્રેશ
- પ્લેન ક્રેશમાં સાત લોકોના મોત
- પ્લેનમાં બરફ જમા થવાના કારણે દુર્ઘટના
મોસ્કોઃ બેલારુસનું એક કાર્ગો પ્લેન રશિયા(Russia)ના પૂર્વ ભાગમાં લેન્ડ કરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. હાલ બેલારુસની ટોચની તપાસ એજન્સી 'બેલારુસ ઈન્વેસ્ટિગેટિવ કમિટીએ'(Belarus Investigative Committee) અકસ્માતની પુષ્ટિ કરી છે.
પ્લેન ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી
સ્થાનિક અહેવાલો અનુસાર, પ્લેન પહેલા લેન્ડ થયું ન હતું. તે ઉતરવાના બીજા પ્રયાસમાં ક્રેશ થયું. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ન્યૂઝ એજન્સી 'ઇન્ટરફેક્સ ન્યૂઝ' અનુસાર, ભારે વરસાદને કારણે પ્લેનના નીચેના ભાગમાં બરફ જમા થવાને કારણે આ દુર્ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં ત્રણ બેલારુસિયન, બે રશિયન અને બે યુક્રેનિયનો સવાર હતા. રશિયાના ઉત્તર-પૂર્વ પ્રદેશના ચુકોત્કાના બિલિબિનોથી વિમાને ઉડાન ભરી હતી અને ઇરકુટ્સ જતા પહેલા યાકુટ્સ ખાતે રોકાઈ હતી.
આ પણ વાંચોઃ સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના
આ પણ વાંચોઃ Indian Airforceની શક્તિમાં થશે વધારો, ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ આવી રહ્યા છે ભારત