કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટના સંચાલકે જણાવ્યું હતું કે, સમિટ વિમાન ટેકઑફ દરમિયાન નિયંત્રણ ખોઈ બેસતા રન-વે પરથી ડાબી તરફ વળી ગયું હતું. ત્યારે રન-વેથી લગભગ 30 મીટરના અંતર પર ઉભેલા 2 હેલીકૉપ્ટર સાથે ટક્કર થયા અકસ્માત સર્જાયો હતો. જે આ અકસ્માતની તસ્વીરો જોઈ શકાય છે.
તો આ અંગે નેપાલ પોલીસે જણાવ્યું હતું કે, વિમાનનો સહયોગી પાયલોટ તથા હેલીપેડ પાસે ઉભેલા 2 પોલીસ અધિકારીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિમાનના મુખ્ય પાયલોટને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેને પગલે તેને સારવાર માટે હૉસ્પિટલ રવાના કરવામાં આવ્યો છે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, પાયલોટની સ્થિતી હાલમાં સ્થીર છે.
તો સાથે જ કાઠમાંડૂના હૉસ્પિટલ પ્રમુખે જણાવ્યું કે હેલીકૉપ્ટરના માલિકી ધરાવનાર કંપની મનાંગ ઍરના બે કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.