કાબુલ : અશરફ ગનીને બીજા કાર્યકાળ માટે અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ત્યારે અફધાનિસ્તાનના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ અબ્દૂલાએ રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે.
અબ્દુલ્લાના પડકારથી તાલિબાન સાથેની વાટાઘાટો માટેની યોજનાઓની આશંકા ઉભી થઈ છે. અમેરિકા-તાલિબાન શાંતિ કરાર પર અંદાજે 2 સપ્તાહ પહેલા હસ્તાક્ષર કર્યા હતા. જેમાં બંને પક્ષો સાથે વાતચીત મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે.
જ્યારે અમેરિકા અને તાલિબાને કારાર પર હસ્તાક્ષર દરમિયાન વચન આપ્યું હતુ કે, અફધાન લોકો તેમના દેશમાં ભવિષ્ય માટે એક રોડ મેપ તૈયાર કરવા માટે વાતચીત કરશે.અમેરિકાનું કહેવું છે કે, અફધાનિસ્તાને તેમની સેનાને પરત તાલિબાનના આતંકવાદ વિરુદ્ધ વચનો સાથે જોડાયેલા છે.
અફધાનિસ્તાના ચૂંટણી પંચે સપ્ટેમ્બરમાં ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીને વિજેતા જાહેર કર્યા હતા. દેશની એકતા સરકારમાં તેમના પૂર્વ સહયોગી મુખ્ય કાર્યકારી અધિકારી અબ્દુલા અને ચૂંટણી ફરિયાદ આયોગનું કહેવું છે કે, ચૂંટણી કઠોર બની હતી. જેના ફળ સ્વરુપે ગની અને અબ્દુલા બંનેએ પોતાને વિજેતા જાહેર કર્યા છે.