ETV Bharat / international

ઈરાકમાં એર્બિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિસાઈલ હુમલો, કોઈ મોટુ નુકસાન નહી - airport in northern Iraq

ઉત્તર ઇરાકના એર્બિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છ મિસાઈલ છોડવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ મોટુ નુકસાન થયું નથી.

iraq
iraq
author img

By

Published : Oct 1, 2020, 2:12 PM IST

બગદાદ: ઉત્તર ઇરાકના એર્બિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છ મિસાઈલ છોડવામાં આવી હતી. કુર્દિશ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકન નેતૃત્વ હેઠળના ગઠબંધન સૈનિકો એરપોર્ટ પર હાજર છે.

અમેરિકી દળો વિરુદ્ધ વધતા રોકેટ હુમલાને કારણે વોશિંગ્ટન અને બગદાદ વચ્ચે તણાવ વધ્યો છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર આ મિસાઇલો રાત્રે 8.30 વાગ્યે છોડવામાં આવી હતી અને કોઈ મોટું નુકસાન થયું નથી.

બે કુર્દિશ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઈરાનમાં ઈરાની-કુર્દિશ વિપક્ષી પાર્ટીના મુખ્ય મથક પર રોકેટ પડ્યું હતું.

ઇરાકી સૈન્યએ હુમલાખોરોને 'આતંકવાદી જૂથ' ગણાવતા કહ્યું હતું કે એક રોકેટ હસનશામ કેમ્પ નજીક પડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.