કાબુલ: બુધવારે રાત્રે અફઘાનિસ્તાનના ઉત્તરીય બલ્ખ પ્રાંતમાં હવાઈ હુમલામાં 25 તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, પ્રાંતીય રાજ્યપાલના પ્રવક્તા મુનીર અહમદ ફરહાદે જણાવ્યું હતું કે, હવાઈ હુમલો બલ્ખ જિલ્લાના દૌલાત આબાદ ગામમાં થયો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વાયુસેનાએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું હતું અને સ્ટ્રાઈક દરમિયાન એક બાળક અને એક મહિલા સહિત ચાર નાગરિકો માર્યા ગયા હતા.
આ દાવો ફરહાદ અને 209 મી શાહીન સૈન્ય કોર્પ્સના અન્ય અધિકારીઓ દ્વારા નકારવામાં આવ્યો છે. બીજી તરફ તાલિબાન દ્વારા આ મામલે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અફઘાનિસ્તાન સરકાર છેલ્લા બે દાયકાથી દેશમાં લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા તરફ કામ કરી રહી છે. આ માટે તાલિબાન સાથે શાંતિ મંત્રણાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.