- બચાવ કર્મચારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનો આદેશ આપ્યો
- તાલિબાને ડઝન જેટલા જિલ્લાઓ પર કબજો કરી લીધો
- નૂરીસ્તાન પ્રાંતની રાજધાની પરૂણમાં પૂર (Flood)ની સ્થિતી સર્જાઈ
કાબુલ: તાલિબાને કહ્યું છે કે, નૂરીસ્તાન પ્રાંતની રાજધાની પરૂણમાં પૂર (Flood)ની સ્થિતી સર્જાઈ છે. અફઘાનિસ્તાનના પહાડી પ્રાંત નૂરીસ્તાનમાં પૂરમાં 150 લોકોના મોત થયા છે. પ્રાંતીય સરકારે તાલિબાનને અપીલ કરી છે કે બચાવ ટીમોને તેઓ પકડેલા વિસ્તારમાં પ્રવેશવા દે.
મેરદેશમાં અસરગ્રસ્ત ગ્રામજનોને મદદ કરવા અપીલ
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, બુધવારે સાંજે ભારે વરસાદને કારણે અચાનક ઘસારો થયો હતો. એક નિવેદનમાં મુજાહિદે કહ્યું કે, તાલિબાને તેના બચાવ કર્મચારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તાલિબાને અસરગ્રસ્ત ગ્રામજનોની મદદ માટે 5 મિલિયન અફઘાની (અફઘાનિસ્તાનનું ચલણ) ખર્ચ કરવાનો પણ આદેશ આપ્યો છે. પરોપકારી સંસ્થાઓને પણ લોકોને મદદ કરવા કહેવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોએ મેરદેશમાં અસરગ્રસ્ત ગ્રામજનોને મદદ કરવા અપીલ પણ કરવામાં આવી છે.
પૂરથી ઓછામાં ઓછા 100 ઘરો પ્રભાવિત
નૂરીસ્તાન પ્રાંતની રાજધાની પારુન પહોંચેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, મેરદેશમાં પૂર આવ્યું છે. આ ગામ નુરીસ્તાનના કામદેશ જિલ્લામાં આવેલું છે. જે પાકિસ્તાનની સરહદથી દૂર નથી. પ્રાંત ગવર્નરના પ્રવક્તા મોહમ્મદ સૈયદ મોહમ્મદે કહ્યું કે, પૂરથી ઓછામાં ઓછા 100 ઘરો પ્રભાવિત થયા છે.
પૂરને કારણે હજારો પરિવારોને પડોશી કુનાર વિસ્તારમાં આશરો લેવો પડ્યો
મોહમ્મદે કહ્યું કે, તેમને 60 લોકોના મોત અંગેની માહિતી મળી હતી, પરંતુ મૃત્યુની સંખ્યા વધુ વધી શકે છે. નૂરીસ્તાન એક પર્વતીય વિસ્તાર છે અને પ્રાંતનો મોટો ભાગ તાલિબાન દ્વારા નિયંત્રિત છે. મોહમ્મદે કહ્યું કે, પૂરને કારણે હજારો પરિવારોને પડોશી કુનાર વિસ્તારમાં આશરો લેવો પડ્યો. દેશની રાજધાની કાબુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયના પ્રવક્તા અહમદ શમીમ અઝીમીએ કહ્યું કે, તેમની પાસે ઓછામાં ઓછા 100 લોકોના મોતના અહેવાલો છે. તેમણે કહ્યું કે, નૂરિસ્તાન સરકારે તાલિબાનને અપીલ કરી છે કે તેઓ બચાવ ટીમોને તેમના વિસ્તારમાં પ્રવેશ આપે.
અફઘાનિસ્તાનના લગભગ અડધા ભાગ પર તાલિબાનનો કબજો છે
અફઘાનિસ્તાનના લગભગ અડધા ભાગ પર તાલિબાનનો કબજો છે. US અને નાટોના સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ તાલિબાને ડઝન જેટલા જિલ્લાઓ પર કબજો કરી લીધો છે.