- રાષ્ટ્રપતિ જો બાયડેને એશિયન અમેરિકનો સામેની હિંસા માટે પગલા લેવાની જાહેરાત કરી
- એશિયનો સામેના ભેદભાવ અને હિંસા સામે લડવાના ઉદ્દેશથી પહેલ શરૂ કરાઇ
- એશિયાનોની સામે હિંસા અને વિદેશીઓનો તિરસ્કાર ખોટો છે અને તેને રોકવાની જરૂર
વોશિંગ્ટન(અમેરિકા) : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને એશિયન અમેરિકનો સામેની હિંસા અને વિદેશીઓના દ્વેષ સામે લડવા માટે વધારાના પગલાની જાહેરાત કરી છે. ગઇકાલે મંગળવારે કરવામાં આવેલી આ ઘોષણાઓમાં એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર નિવાસીઓ (AAPI) પર વ્હાઇટ હાઉસની પહેલ ફરી શરૂ કરવા અને તેને મજબૂત બનાવવાનો સમાવેશ છે. આ પહેલનો ઉદ્દેશ એશિયનો સામેના ભેદભાવ અને હિંસા સામે લડવાનો છે.
એશિયા વિરોધી ગુનાઓનો સામનો કરવા ન્યાય વિભાગમાં પહેલ શરૂ કરાશે
બિડેને ટ્વિટ કર્યું હતું કે, 'અમે એશિયન અમેરિકનો સામે વધી રહેલા હિંસાની વચ્ચે મૌન બેસી શકતા નથી. તેથી આજે હું એશિયા વિરોધી ગુનાઓનો સામનો કરવા ન્યાય વિભાગમાં પહેલ શરૂ કરવા સહિત વધારાના પગલા લઈ રહ્યો છું. આ હુમલા ખોટા છે, અમેરિકાની ભાવના વિરુદ્ધ છે અને તેને રોકવા પડશે. બિડેને કહ્યું કે, એશિયાનોની સામેની હિંસા અને વિદેશીઓનો તિરસ્કાર ખોટો છે અને તેને રોકવાની જરૂર છે. તેમણે એશિયન અમેરિકનો સામેના તિરસ્કારની ભાવનાને સમાપ્ત કરવા માટે કોવિડ-19 ફેરનેસ ટાસ્ક ફોર્સ સમિતિની રચનાની પણ જાહેરાત કરી.
આ પણ વાંચો : અમેરિક રાષ્ટ્રપતિ ચૂંટણીઃ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર જાહેર
આપણામાંના એકને નુકસાન પહોંચાડવું એ આપણા બધાને નુકસાન પહોંચાડવાનું
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વીટ કર્યું હતું કે, "આપણામાંના એકને નુકસાન પહોંચાડવું એ આપણા બધાને નુકસાન પહોંચાડવાનું છે." હેરિસે કહ્યું કે, "રાષ્ટ્રપતિ અને હું ચૂપ બેસીશું નહીં અને તેથી અમારું વહીવટ એશિયન અમેરિકન સમુદાય વિરુદ્ધ વધી રહેલી હિંસા સામે લડવા પગલાં લઈ રહ્યું છે, જેમાં એશિયનો સામે હિંસા સામે લડવાની પહેલ પણ છે."
આ પણ વાંચો : નડેલા સહિત નવ કંપનીઓના સીઇઓને મળશે નિર્વાચિત રાષ્ટ્રપતિ બાઇડન
સમાજમાં રચનાત્મક ભૂમિકા કેવી રીતે ભજવી શકે તેના મંતવ્યો સાંભળશે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયામાં વહીવટી તંત્ર AAPIના નેતાઓ સાથે મુલાકાત કરશે અને તેઓ સમાજમાં રચનાત્મક ભૂમિકા કેવી રીતે ભજવી શકે તે અંગે તેમના મંતવ્યો સાંભળશે. તેમણે કહ્યું હતું કે, બાયડેન વ્હાઇટ હાઉસમાં પદ માટે AAPI સમુદાયના ઉચ્ચ-સ્તરના એશિયન અમેરિકન સભ્યની નિમણૂક કરશે.