- 9/11ની 20મી વરસી
- ઘટનામાં માર્યા ગયેલા લોકોને આપવામાં આવી શ્રદ્ધાંજલી
- જો બાઇડને કહ્યું કે એકતા એ સૌથી મોટી તાકાત
ન્યૂયોર્ક: અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ આતંકી હુમલો થયો હતો. આ ઘટનાને 20 વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખે પોતાની પત્ની સાથે હાજરી આપી હતી. જો બાઇડન ઉપરાંત બે ભૂતપૂર્વ પ્રમુખ, તેમની પત્ની સાથે જોવા મળ્યા હતાં નેશનલ સપ્ટેમ્બર 11 મેમોરિયલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આ રાજનેતાઓએ પોતાની પત્નીઓ સાથે જોવા મળ્યા હતાં. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એક વિમાને ઉડાણ ભરી હતી.
આ કાર્યક્રમ બાદ જો બાઇડને કહ્યું કે,
આ કાર્યક્રમ બાદ જો બાઇડને જણાવ્યું હતું કે મારા મત અનુસાર 11 સપ્ટેમ્બર એક શીખ આપે છે કે એકતા એક મોટી તાકાત છે. જો બાઇડને પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ભલે ગમે તેટલો સમય પસાર થઇ જાય પણ આ એવી યાદ છે કે આ ખબર થોડા સમય પહેલાં જ ઘટી હોય
3000 લોકોના થયા હતા મૃત્યુ
અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ આતંકિઓએ વિમાનું અપહરણ કર્યું હતું અને અમેરિકી ધરતી પર અત્યાર સુધીના સૌથી ભયંકર આતંકવાદી હુમલાને તેઓએ અંજામ આપ્યો હતો. આતંકીઓેએ હુમલો કરીને ટ્વિન ટાવરને પાડી દીધા હતા. જેમાં ઓછામાં ઓછા 3,000 લોકોના મોત થયા હતાં.